________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 141 હોવું જોઈએ. આ માધ્યમ વિજ્ઞાનનાં આધુનિક વહેણને ઝીલી એને સરખી રીતે વ્યક્ત કરી શકે એવું, અને વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે એવું, હોવું જોઈએ. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે, એમાં અદ્યતન આવિષ્કારો અને સંશોધનોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત, એ ભાષા દ્વારા તો આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિથી અને એની સ્વાતંત્ર્યપ્રિય વિચારસરણીથી પરિચિત થઈ શક્યા, અને રાષ્ટ્રીય એકતાનો અનુભવ કરી શકયા એ પણ નિશંક વાત છે. પણ દેશના ત્રણ ચાર ટકાથી વધારે લોકો માટે એ પરદેશી ભાષા સહેલાઈથી ન સમજી શકાય એ પણ હકીકત છે. એટલે લાંબે ગાળે તો હિંદી જ ઉચ્ચ કક્ષાનું માધ્યમ બને એ ઇષ્ટ છે. પણ એ માટે ઉતાવળ કરવા કરતાં પહેલાં, એને માધ્યમ બનવા માટે સક્ષમ બનાવવાના સક્રિય પ્રયાસો કરીને દસથી બાર વર્ષના લાંબા ગાળા પછી એને અપનાવીએ ત્યાં સુધી, વિજ્ઞાન, કાયદો કે એવા બીજા વિષય માટે અંગ્રેજી કાયમ રાખીએ એ જ હિતાવહ લાગે છે. ભારતના ઐયની વાત કરતાં આપણે વિર્ધક્યની વાત વિસારે ન પાડવી જોઈએ. આ માટે બીજા દેશોની સંસ્કૃતિને સમજવાનો, એ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ દષ્ટિથી જોવાનો, સંકુચિત ભાવના છોડીને વિશાળ દષ્ટિબિંદુ અપનાવવાનો પ્રયત્ન કરવો રહ્યો. એક લત્તાની બે ચાર નિશાળો ભેગી મળી કોઈ પણ એક દેશ અંગેની બધી માહિતી મેળવે અને એક સંયુક્ત પ્રદર્શન ભરવાની યોજના અપનાવે તો આ દિશામાં થોડી પ્રગતિ થઈ શકે. પણ બધી સંસ્કૃતિને સમજવા જતાં ભારતીય સંસ્કૃતિ જ ભુલાઈ ન જાય એ માટે પૂરી તકેદારી રાખવી પડશે. આ અંગે ગાંધીજીના, “હું છું કે દેશદેશાંતરની સંસ્કૃતિના વાયરા મુક્ત બની મારા આવાસમાં વાય પણ એમાંથી કોઈ મને ધરતી પરથી ઉખાડીને ફેંકી દે એ મને કબૂલ નથી” આ શબ્દો ઘાણા સૂચક છે. ધાર્મિક શિક્ષણનો પ્રશ્ન પણ અતિ અગત્યનું છે. શિક્ષણ અંગે નિમાયેલા રાધાકૃષગ કમિશન, શ્રી પ્રકાશ સમિતિ વગેરે સમિતિઓએ ધર્મનો વ્યાપક અર્થ કરી શાળા-કૉલેજના અભ્યાસક્રમમાં ધાર્મિક અથવા કહો કે નૈતિક શિક્ષણ દાખલ કરવાની હિમાયત કરી છે. આપણું રાજે એ ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક રાજ્ય છે એ સાચું પણ ધર્મનિરપેક્ષ રાજ્યને ધર્મવિહીન રાજ્ય માનવાની ભૂલ આપણે ન કરીએ કારણ કે એનો આશય નાગરિકોને નીતિહીન બનાવવાનો નહિ પણ સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખતાં શીખવવાનો હોય છે. આ ભાવના