________________ 140 શિક્ષણમાં સમૂળી ક્રાનિ આના એક કે બે દાખલો લઈએ. શાળામાં વિજ્ઞાનનો પાઠ ભાગાવવામાં આવતો હોય એ વખતે, બહાર જો સૂર્યગ્રહણ થતું હોય તો, સમયપત્રને વળગી રહેવાનો આગ્રહ ન રાખતાં બાળકને સૂર્યગ્રહાગ જોવાની, એ અંગે સમજવાની સગવડ આપવી જોઈએ. કારણકે ભૂગોળમાં સૂર્યગ્રહણનો પાઠ સમજાવવાનો આવે તે વખતે આવી સોનેરી તક કદાચ ન પણ સાંપડે. બીજો દાખલો લઈએ. શાળામાં પશ્ચિમઘાટ વિષે માહિતી અપાતી હોય એવા સમયમાં બાળકને જો મુંબઈથી પૂના જવાનું થાય તો ગાડીમાં બાળકને પશ્ચિમઘાટનાં પ્રાકૃતિક સૌન્દર્યનું પાન કરતું અટકાવી એ પશ્ચિમઘાટ વિષેનો પુસ્તકનો પાઠ જ વાંચે એવો ખોટો આગ્રહ રાખી સુઅવસરને હાથમાંથી સરી જવા દેવો એ બાળમાનસના વિકાસને રૂંધનારું વેદિયાપણું છે. એ જ પ્રમાણે કારીગરોને કેળવણી તરફ લઈ જતાં પહેલાં આપણે કેળવણીને કારીગરી - વાસ્તવિક અનુભવ - સાથે જોડવી પડશે. ગાંધીજીની નવી તાલીમનું આ એક મહત્ત્વનું અંગ હતું. ઈગ્લાંડમાં શાળા કોલેજોના ઓરડામાં ઑફિક્સો પોલી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ભવિષ્યની જવાબદારીઓ માટેની તાલીમ આપવા માટેના પ્રયોગો કરાય છે. કેળવણીને કારીગરી સાથે સાંકળી લેવાથી બાળકો શ્રમનો મહિમા સમજશે. પ્રારબ્ધને પડકારતાં અને પુરષાર્થને અપનાવતાં શીખશે, ઑફિસની ખુરશી પર બેસી આજ્ઞા ફરમાવતા અમલદારો નહિ પણ મજૂર સાથે મજૂર બનીને કામ કરતા શ્રમજીવીઓ બનશે. જીવનમાં અનેકવિધ જવાબદારીઓ લેવા માટે સજ્જ થશે. આમ, પરષવિહીનતાને બદલે પુરુષાર્થપરાયણતા આવવાથી વિદ્યાર્થીઓમાં સ્વાવલંબના અને સ્વાભિમાનનો સંચાર થશે. પરિણામે, સમાજ, અર્થતંત્ર અને શાસનતંત્ર સુધરશે અને લોકશાહી સફળ બનશે. અભ્યાસક્રમમાં ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન, ભાષા વગેરે અનેક વિષયોનો સમાવેશ થાય છે. આ બધા વિષયો અંગે તો ખાસ કોઈ મતભેદ ન હોય. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ તો શિક્ષણના માધ્યમનો પ્રશ્ન પણ ઉપસ્થિત ન થવો જોઈએ, કારણ કે આ કક્ષાએ માતૃભાષા જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ લેઈ શકે એ તો શિક્ષણશાસ્ત્રનો સ્વીકારાયેલો સિદ્ધાંત છે. પરંતુ ઉચ્ચ કક્ષાએ-કૉલેજ અને વિશ્વવિદ્યાલયની કક્ષાએ માતૃભાષાનો જ આગ્રહ રાખવો આવશ્યક નથી. કારણ કે શિક્ષણમાં માત્ર જ્ઞાનોપાર્જનની દષ્ટિએ જ નહિ પણ દેશની ભાવાત્મક એકતાની દષ્ટિએ પણ વિચાર કરવો જરૂરી છે. એ માટે ઉચ્ચ કક્ષાએ સર્વ રાજ્યોમાં શિક્ષણનું માધ્યમ સમાન