________________ 274 અમૃત મહોત્સવ સ્મૃતિ પ્રાંત નિયમ મુજબ ગૃહસ્થની સેવા ન કરી શકે. પરંતુ કાંતિવિજયજી પાસે કારણ હતું. અમે સાધુઓ એમની પાસે જાણીએ છીએ. અમે તો એમની પાસે એકડા વિનાનાં મીડાં જેવા છીએ. તેમની સેવા કરવી એ અમારો ધર્મ પંડિતજી ત્યાગી હતા પણ પોતાના શિષ્યો પ્રત્યેનું એમનું વાત્સલ્ય ધાર્મિક આચારની નકારાત્મક મર્યાદાઓ ઉલ્લંઘતું. એ માટે પણ એ ચોક્કસ સમજથી પ્રેરાતા. જ્ઞાનયોગ, કર્મયોગ કે ભક્તિયોગ કોઈ યોગસાધનાની શરતરૂપે એ અપરિણીત જીવનને ગણાવતા નહીં. એમને મન સાચી શરત હતી સંયમ. મોટા ભાગના માણસો માટે લગ્નજીવન સ્વસ્થ ઉત્કર્ષનું સાધન છે. કૃત્રિમ રીતે કડક નિયમોથી ઊભો કરેલો સાધુ-સમાજ વિકૃતિઓ વધારે. એમણે મૃદુલાબહેનને કહેલું કે સ્ત્રીઓના સહવાસ વગરના બધા લોકો અર્ધદગ્ધ બુદ્ધ નીકળ્યા છે અને પુરુષના યોગ્ય સહવાસ વગરની બધી સ્ત્રીઓ વેવલી નીકળી છે. બહેનોને ભણાવવાનો પંડિતજીનો અનુભવ સારો હતો. કહેતા: આટલું સરળ અમારે લખવું હોય તો ઘણો વિચાર કરવો પડે. બહેનો કપડામાં ભલે ઠસ્સો કરે, તેમના લખાણમાં કૃત્રિમતા આવતી નથી. પંડિતજીની પ્રસન્નતાનો અનુભવ તો મને પણ છે. વાતને પ્રાસાદિક બનાવવા એમણે રમૂજી થવાની જરૂર ન હતી. એમના મુખે કહેવાયેલું સત્ય પોતાના જ બળે સીધું સામી વ્યકિતને સ્પર્શ કરતું. એમનું એક વાક્ય મને યાદ રહી ગયું છે. “અકર્મણ્યતા અને અસ્પૃશ્યતા એ આ દેશના મહારોગ છે.” આજે આટલા વરસ પછી પણ, સ્વતંત્ર ભારતના સમાજ વિશે વાત કરવાની આવશે તો મને પંડિતજીનું એ વાક્ય યાદ આવ્યા વિના રહેશે નહીં. આપણા ઉચ્ચ શિક્ષણની એક અપંગતા તરફ પંડિતજીએ ધ્યાન ખેંચેલું. 'જેમ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન શીખનાર એની મૂળ ગ્રીક, જર્મન, ફેંચ આદિ ભાષાઓને જાગ્યા સિવાય જ તેના અંગ્રેજી અનુવાદો કે સારો દ્વારા શીખે છે તેમ ભારતીય તત્ત્વજ્ઞાન વિશે બન્યું છે.' એમણે કહેલું કે ભારતીય અભ્યાસીઓએ મૂળ ગ્રંથોને પામી શકાય એટલું સંસ્કૃત શીખવું જોઈએ. સામાન્ય અભ્યાસી અનુવાદથી ચલાવી શકે પણ નિષ્ણાત થવા ઈચ્છનારે તો મૂલપર્વતગામી સર્જાતા વધારવી જોઈએ. એમ થતાં અભિવ્યક્તિના કે ભાષા-પરિભાષાના પ્રશ્નો નહીં નડે ને સૂત્રાત્મક લાઘવ અને પારદર્શી નિરૂપણ શક્ય બનશે. પંડિતજીને આદર્શ માનવાની યોગ્યતા કેળવાશે.