________________ પંડિત સુખલાલજી 273 નામશેષ કરી દઈ સમગ્ર માનવજાતિ માટે પ્રેરક નીવડે એવો અનન્ય વિકાસ સાબો પંડિત સુખલાલજીએ. સોળ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયાં હોત પણ મોકૂફ રહ્યાં ને બીજા વર્ષે ઉનાળામાં માતા નીકળ્યાં ને આંખો ગઈ. વહેમો અને અંધશ્રદ્ધાઓને ઓળખી મુક્ત થતા ગયા. કાશીની યશોવિજ્ય જૈન પાઠશાળામાં અભ્યાસ માટે ગયા. ન્યાય, કાવ્ય, વ્યાકરણના વિશેષજ્ઞો પાસે સ્વાધ્યાયની તક મળી. સંસ્કૃત-પ્રાકૃતમાં ભાષા કરતા થયા. અલંકાર શીખવા લાગ્યા. ત્યારે જેટલું શીખતા એ બધું કંઠસ્થ કરીને પરંતુ વેદપાઠી બ્રાહ્મણની રીતે માત્ર શબ્દપાઠ આગળ એ અટકતા નહીં. ચિંતન કરતા. શીખેલ પાઠમાંથી પ્રશ્નો ઉદભવતા. - અધ્યાપક તિવારી સમાધાન કરતા. ચિંતનનું પ્રમાણ વધ્યું. ઊંડા ઊતરતા ગયા. પંડિતજીએ શિક્ષણના ભાગરૂપે પ્રવાસો કર્યા. સમેતશિખર, પાલીતાણા, આબુ, મિથિલા વગેરે સ્થળોની યાત્રાથી પોતે રમ્ય પ્રદેશો અને સરળ સ્વભાવી જનપદોને જાતે સ્પર્યાનો આનંદ પામેલા. બનારસમાં અધ્યાપન કર્યું. અમદાવાદ આશ્રમમાં રહ્યા તે દરમિયાન કામ માગ્યું ને ગાંધીજીએ એમની સાથે દળવા બેસાડ્યા. અનુયાયીઓએ ઊભાં કરેલાં આવરણ ભેદીને એ ગાંધીજીને જોતા રહ્યા છે. એ માટે એક દાખલો પૂરતો છે. પંડિતજી જૈન સાધુઓને ભણાવતા. એક બહેન ત્યાં ભણવા આવ્યાં. મહારાજજીઓએ વિરોધ કર્યો. પંડિતજી બહેનને ઘેર ભણાવવા જવા લાગ્યા. એનો પણ વિરોધ થયો ત્યારે એમાણે કહી દીધું : “જો કોઈ ઢેઢ, ભંગી કે બહેન ભાગવા આવશે અને વધારે વખતની જરૂર હશે તો હું સાધુઓને ભાગાવવાનું છોડી દઈને પણ તેમને ભણાવીશ”. ગાંધીજીને એમણે કરુણા અને પ્રજ્ઞાની મૂર્તિ કહ્યા હતા એમાં તે પણ સૂચવાઈ જાય છે કે પોતે ગાંધીજી પાસેથી શું શીખવા ઈચ્છતા હતા. જૈનધર્મનું તત્ત્વ ઈન્દ્રિયોને અને મનોવૃત્તિઓને જીતવામાં છે અને બ્રાહ્મણધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે એવું પામી ચૂકેલા પંડિતજીની ઉંમર ત્યારે પાંત્રીસેક વર્ષની હશે. ૧૯૧૫ની વાત છે. બનારસનું ચોમાસું ને એમને ભારે તાવ આવ્યો. માથું ફાટી જાય. પંડિતજી લગભગ તરફડે એવી દશા. શ્રાવકો આવે, ખબર પૂછતા બેસે ત્યાં મુનિ " પુણ્યવિજયજીના ગુરુ કાન્તિવિજયજી પધાર્યા. એ વૃદ્ધ મુનિ પંડિતજીનું માથું દબાવવા લાગ્યા. શ્રાવકો દોડી આવ્યા. હાહાકાર થઈ ગયો. જૈન સાધુઓ