________________ પંડિત સુખલાલજી 275 " શબ્દવેધી બાણ ચલાવનાર નિશાનબાજો પૃથ્વીરાજ ચૌહાણ સુધી હતા. પંડિતજીને અવાજ પરથી દિશાનો ખ્યાલ આવી જતો એટલું જ નહીં, અવાજ પરથી વક્તાના વ્યકિતત્વનો અંદાજ પણ આવી જતો. શબ્દ અને અર્થ એ વાણીનાં સંગૃક્ત ઘટકો ગણાયાં છે. અર્થની મદદ પછી તો સહુ સમજે. પંડિતજી શબ્દ દ્વારા પણ એના ઉદ્ગાતાને પામી જતા. એમની આ શક્તિ પણ આશ્ચર્યચક્તિ કરે એવી હતી. પણ એમને પૂછ્યું હોત તો કહેત: એકાગ્ર સજગતા, બીજું શું? પંડિતજીએ પ્રવાસવર્ણન પણ કર્યું છે. શ્રી દલસુખ માલવણિયાએ નોંધ્યું છે કે તેઓ હરતાફરતા હોય ત્યારે આસપાસની ઝીણી ઝીણી વિગતો સહચર પાસેથી જાણી લેવાનો પ્રયત્ન કરે. તેથી તેમના વર્ણનમાં તાદશ જોયાનો ભાવ સહજ રીતે આવી જાય. વાચકને ખ્યાલ પણ ન આવે કે આ વર્ણનો એક અંધ વ્યક્તિએ કરેલાં છે. દલસુખભાઈએ લખેલા 'પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીમાં આજના સંદર્ભમાં કેટલાંક સમાધાનો પ્રતીતિકર રીતે મૂકી આપ્યાં છે. ધર્મનું નામ સૂગ ઉપજાવનારું થઈ પડ્યું છે અને તત્ત્વજ્ઞાન ને નકામી કલ્પનાઓમાં ખપવા લાગ્યું છે. એના કારણમાં પંડિતજીને લાગ્યું છે કે ધર્મનું કલેવર જડતાપોષક થઈ ગયું છે. એવો ધર્મ છોડવો જ રહ્યો પણ સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સરજાતી કે નથી ટકતી. પંડિતજી માનતા કે જવાબદારીનું ભાન એ જીવનના સમગ્ર વિકાસની ચાવી છે. જીવનશક્તિનો યથાર્થ અનુભવ કરાવતી જવાબદારી સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ રોકી શકાતી નથી. ચેતના એ એક એવી સ્થિર ને પ્રકાશમાન શક્તિ છે કે જે દૈહિક, માનસિક ને એન્દ્રિય આદિ સર્વકાર્યોનું થોડું ઘણું ધ્યાન રાખે જ છે. આપણે ક્યારેય ચેતનાશૂન્ય થઈ શકતા નથી. જીવનશક્તિના ત્રણ અંશ છે - ચેતના, સંકલ્પ અને વીર્ય. આ જીવનશક્તિનો અનુભવ થાય તો જીવનદષ્ટિ બદલાય અને જીવનના વિકાસને માર્ગ મળી જાય. તો આ જીવન શું છે? ‘જીવન સમુદ્ર જેવું અગાધ છે અને આકાશ જેવું અનંત છે. સમુદ્રને સપાટી છે, જીવનને પણ સપાટી છે. સપાટી ઉપર નાનાંમોટાં રંગબેરંગી હારબંધ અને હાર વિનાનાં આડાંઅવળાં અનેક મોજાંઓ ઊઠે છે, આગળ વધે છે, પાછાં વળે છે, અંદરોઅંદર અથડાય છે. એ અથડામણોમાંથી