________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 10. નવાંગી વૃત્તિકર આચાર્ય અભયદેવસૂરિ - ભોગીલાલ જ. સસિરા શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સદગત આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજની રાહબરી નીચે આગમ-સંશોધન અને પ્રકાશનનું વિદ્યાવિસ્તારનું ભગીરથ કાર્ય આરંવ્યું હતું અને જે મુનિશ્રી જંબુવિજ્યજી મહારાજ જેવા પ્રતિભાશાળી મનીષી દ્વારા ચાલુ રહ્યું છે, એના અનુલક્ષમાં નવાંગી વૃત્તિકાર આચાર્ય અભ્યદેવસૂરિનો સંક્ષિપ્ત પરિચય અહીં આપવો પ્રસ્તુત થશે. ચંદ્રગચ્છ (પાછળથી ખરતર ગચ્છ)ના આચાર્ય જિનેશ્વરસૂરિ તથા એમના ભાઈ બુદ્ધિસાગરસૂરિના શિષ્ય આચાર્ય અભયદેવસૂરિએ જૈન આગમોનાં અગિયાર અંગો પૈકી નવ અંગ ઉપર સંસ્કૃત ટીકાઓ રચી અને તેઓ “નવાંગી વૃત્તિકાર” તરીકે ઓળખાયા. અભયદેવસૂરિની ટીકાઓ નીચેનાં નવ અંગ ઉપર છે - જ્ઞાતાધર્મકથા (સં. 1120 ઈ.સ. 1064), સ્થાનાંગ (સં. 1120), સમવાયાંગ (સં. 1120) ભગવતી (સં. 1128 - ઈ.સ. 1872), ઉપાસક દશા, અંતકૃદદશા, અમૃતારોપપાતિક દશા, પ્રશ્ન વ્યાકરાણ અને વિપાકસૂત્ર. પપાતિક ટીકા અને પ્રજ્ઞાપના તૃતીય પદ સંગ્રહણી ગાથા 133 તેમની રચનાઓ છે. આ ઉપરાંત અભયદેવસૂરિએ જિનેશ્વરસૂરિકત સ્થાનક ઉપર ભાષ્ય, હરિભદ્રસૂરિકૃત પંચાશક ઉપર વૃત્તિ તથા આરાધનાકુલક નામે સ્વતંત્ર ગ્રંથ પણ રસ છે. વળી અભયદેવસૂરિની વિનંતીથી એમના ગુરુભાઈ જિનચંદ્રસૂરિએ સિંગરંગશાલા” (સં. 1125 - ઈ.સ. 1069) નામે ગ્રન્થ રચ્યો હતો. અભયદેવસૂરિની, ઉપર્યુકત આગમગ્રંથો ઉપરની વૃત્તિઓની પ્રશસ્તિમાં ઉલ્લેખ મળે છે તે પ્રમાણે, એ વૃત્તિઓનું સંશોધન નિવૃત્તિકુલના રોણાચાર્યે