________________ O અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વાયુથી તોફાની બનેલા મગરમરછોથી ભયાનક એવા સમુદ્રને તરવાની અશક્તિ અહીં ચન્દ્ર સ્નિગ્ધ આદિનાથ અને ભયાનક સાગરની સંનિધિ આકર્ષક જણાતી નથી. પ્રશિષ્ટ કાળના વસંતતિલકા છંદનું વૈદિક પૂર્વરૂપ એટલે શવરી છંદ. “શફવર' શબ્દના અનેક અર્થોમાં એક અર્થ “વૃષભ-‘બળદ' છે. આદિનાથનું ચિહન બળદનું છે. આથી તેમનું અવરનામ ઋષભદેવ છે. વૃષભનો આ સંદર્ભ આદિનાથને ભગવાન શિવ સાથે જોડતો જણાય. ‘ભક્તામર સ્તોત્ર' ને બે શ્લોકમાં (23 અને 25) મળતા નાચઃ શિવઃ શિવાય મુની પભ્યા?અને વં શંકરણિ જેવા ઉલ્લેખો ઉપરાંત કાવ્યના ર૬ મા શ્લોકમાં પડઘાતો પુષ્પદન્તરચિત “શિવમહિમ્નસ્તોત્ર' ના 28 મા શ્લોકનો ભાવાત્મક સંદર્ભ વિચારણીય છે. 'ભક્તામર સ્તોત્ર' ના 23 મા શ્લોકની त्वामेव सम्यगु पलभ्य जयन्ति मृत्यु। नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र पन्थाः॥ આ પંક્તિઓ તો શિવપૂજાની ન હોય, તેવો આભાસ થાય છે. જાણીતા મહામૃત્યુંજય મંત્રની શિવસ્તુતિ પણ અહીં યાદ કરવા જેવી છે. ‘ભક્તામર સ્તોત્ર' અને “શિવમહિમ્નસ્તોત્ર' આ બન્ને રમણીય કાવ્યો એક જ યુગકાળમાં-૭ મા સૈકામાં રચાયાં હશે? જો કે આ વિશે વધુ સંશોધનને અવકાશ છે. કાવ્યના નિમિત્તરૂપ કવિપક્ષે કોઈ ઉગ્ર; ભૌતિક કટોકટી હોય કે ન હોય, ‘ભક્તામર સ્તોત્ર' ના શબ્દેશબ્દ કવિની આદિનાથ પરત્વેની ઊંડી; પ્રગાઢ ભક્તિનો અને મુક્તિની આકંઠ તરસનો અનુભવ થાય છે. શબ્દના સાધન દ્વારા કવિએ અમરતાનું ગાન ગાયું છે, માનવીને શિવપદે પહોંચવાનો કલ્યાણપથ પ્રગટ કર્યો છે. આદિનાથ પ્રભુની આ વાડમયી પૂજા આપણા સહુનું કલ્યાણકારણ બની રહો.