________________ 54 પાવાગઢ શ્વેતાંબર જૈન તીર્થ: પ્રાચીનતાની ગૌરવગાથા કે નીચે કહેવાતાં દિગંબર મંદિર છે, પરંતુ એકેય શ્વેતામ્બર જિનમંદિર રહ્યું નથી. આ તીર્થની સ્થાપના વીસમા તીર્થકર શ્રીમુનિસુવ્રત સ્વામીના સમયમાં થઈ હતી. સમ્રાટ અશોકના વંશજ રાજા ગંગસિંહે ઈ.સ. 800 માં પાવાગઢનો કિલ્લો તથા તેમાં રહેલાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવેલ. | વનરાજ ચાવડાએ પાટણ વસાવી ગુજરાતનું રાજ્ય સ્થાપ્યું ત્યારે ચાંપા શાહ નામના વાણિયાએ ચોર્યાસી મહોલ્લાવાળા ચાંપાનેર નામે નગરની સ્થાપના કરી હતી. ચાંપાનેર, અણહિલવાડ રાજ્યના પૂર્વભાગમાં જબરો કિલ્લો ગણાતો હતો. પાવાગઢની ઈશાનકોણ તરફ માઈલેક ઉપર, વડોદરાથી પૂર્વમાં પચીસેક માઈલ ઉપર અને ગોધરાથી દક્ષિણે 42 માઈલ ઉપર ચાંપાનેર સૂચવેલ છે. પાવાગઢ ઉપર સંઘે જગજનહિતકારક જગમનોહર મંદિર રચ્યું છે. એને ફરતી ચોતરફ બાવન દેરીઓ હોઈ એ બાવન જિનાલય કહેવાયું. એમાં અભિનંદન સ્વામી (ચોથા તીર્થંકર) અને જીરાવલી પાર્શ્વનાથ (૨૩માં તીર્થકર) ની મુખ્ય પ્રતિમાઓ હતી. વિક્રમની ૧૯મી સદીમાં તપગચ્છમાં થઈ ગયેલા કવિરાજ દીપવિજયજીએ જણાવ્યું છે કે વિ.સં. ૧૧૧રમાં વૈશાખ સુદ 6 ને ગુરુવારે પાવાગઢ પર ચોથા તીર્થકર અભિનંદન સ્વામી અને જીરાવલી પાર્શ્વનાથની અંજનશલાકા પ્રતિષ્ઠા જૈનાચાર્ય ગુણસાગરસૂરિ દ્વારા કરવામાં આવી હતી. તે સાથે તેની ભક્ત શાસનદેવી કાલિકાને પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. કવિ દીપવિજયજીએ ‘જીરાવલા પાર્શ્વનાથ સ્તવન' ની ત્રીજી ઢાળમાં પાવાગઢની રખવાલી અભિનંદન સ્વામી ભગવાનની શાસનરક્ષિકા દેવી જગદંબા શ્રીકાલિકા દેવીની મૂર્તિનાં દર્શન કર્યા જણાય છે. જેથી તેના આસન, આયુધ, વસ્ત્ર, આભૂષણ, શણગાર વગેરેનું વાસ્તવિક સુંદર વર્ણન કરેલું જણાઈ આવે છે. પાવાગઢની રખવાલી આ કાલિકા દેવીને ચોથા તીર્થંકર અભિનંદન જિનની શાસનદેવી તરીકે ઓળખાવી છે. તે શ્વેતાંબર જૈનોની માન્યતા પ્રમાણે છે. વિ.સં. ૧૬૯૧માં કવિ અમરસાગરસૂરિએ રચેલા લાલણગોત્રવાળા પમસિંહ