________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 55 શ્રેષ્ઠીના ચરિત્રના મંગલાચરણમાં ગચ્છની અધિષ્ઠાપિકા. વાંછિત અર્થ આપનારી પાવાદુર્ગ (પાવાગઢ) નિવાસીની મહેશ્વરી મહાકાલીને વંદન કર્યું છે. गच्छाधिष्ठायिकां वन्दे महाकाली महेश्वरीम् / वांछितार्थपदां नित्यं पावादुर्गनिवासिनीम् // વર્તમાન પાવાગઢમાં કવિરાજ દીપવિજયે વર્ણવેલી કાલિકાદેવીની મૂર્તિ જેવામાં આવતી નથી, માત્ર ત્યાં તે દેવીની સ્થાપના સ્થાનક જ જણાય છે. જનશ્રુતિ પ્રમાણે પાવાગઢના રાજા જયસિંહ પતાઈ રાવલને દુર્બુદ્ધિ સૂઝી અને તેણે સખીઓ સાથે ગરબામાં સાક્ષાત આવેલી કાલિકા માતાનો હાથ પકડી તેને પોતાની દુર્ભાવના જણાવી. દેવીએ રાજાને ખૂબ સમજાવેલ પણ તે માન્યો નહીં, એટલે દેવીએ શાપ આપ્યો. પરિણામે વિ.સં. 1541 માં મહમ્મદશાહ ત્રીજે અહીં ચડી આવ્યો. ચાંપાનેર ભાંગ્યું. પાવાગઢનું પતન થયું. જેન મંદિરો લૂંટાયાં. એ વખતે જૈન સંઘે અનેક જિન પ્રતિમાઓને ભૂમિમાં ભંડારી દીધી. મહમ્મદશાહે રાજા જયસિંહ, પતાઈ રાવલ, પ્રધાન ડુંગરશી વગેરેને મારી નાખી પાવાગઢ જીતી લીધો. ત્યારથી મહમ્મદશાહ ત્રીજો જૂિનાગઢ અને પાવાગઢ બે ગઢ (કિલ્લા)નો રાજા થવાથી) બેગડો કહેવાયો. કાલિકાદેવીની મહાશક્તિથી પાવાગઢ મહાકાલીદેવીના ધામ તરીકે પ્રસિદ્ધ થયું. પાવાગઢથી ઉતર્યા મહાકાલી રે', એ ગરબો ગુજરાતમાં લોકવિશ્રત બન્યો કિન્તુ એક જૈન તીર્થ તરીકે એનું માહાત્મ લોકોમાં ભુલાઈ ગયું. અલબત્ત, ઐતિહાસિક પ્રમાણોથી સિદ્ધ થાય છે કે પાવાગઢ એ જૈન શ્વેતામ્બરોનું મધ્યકાલીન જૈન તીર્થધામ હતું. પં. જિનહર્ષગણિએ વસ્તુપાળ ચરિત્રના ત્રીજા પ્રસ્તાવમાં પ્રતિપાદન કર્યું છે કે - ગુજરાતની ભૂમિ તરફથી માળવા તરફ જનારા લોકોને શ્રમ દૂર કરવાનું વિશ્રામસ્થાન એવું ગોધા (ગોધરા) નામનું નગર હતું. ત્યાં ગર્વના પર્વત જેવો મહાતેજસ્વી મંડલીક રાજા ઘૂઘુલ નામે હતો, જે ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરી ઘોર કર્મ કરતો હતો. તે ગુજરાતની ભૂમિમાં આવતા જતા સાનિ પણ પકડતો હતો. તેના સર્વ પૂર્વજો ચૌલુક્ય (સોલંકી) રાજાની આજ્ઞાને સર્વ પ્રકારના સુખો આપનારી સમજી આનંદપૂર્વક મસ્તક પર ધારણ કરતા હતા, પરંતુ દુઃશાસન જેવો અન્યાયી સુભટોનો અગ્રેસર ઘૂઘુલ તે