________________ છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા 149 આડપેદાશ હતી. છાત્રાલયની ક્ષમતા કરતાં પ્રવેશ માટે વધુ અરજી આવે 'ત્યારે શું કરવું એ પ્રશ્નનો તોડ લાવવા અપનાવેલી નીતિ કાયમી હોઈ શકે નહિ થઈ શકે નહીં. એમાં કોઈ સિદ્ધાંતનો સવાલ નથી. Merit is the only criteria. when the applications are more than the vacancies/capacity. When the applications are less than the vacancies/capacity, criteria of merit cannot prevail. અર્થાતુ છાત્રાલયની વિઘાથીઓને સમાવવાની ક્ષમતાથી વધારે અરજીઓ પ્રવેશ માટે આવી હોય ત્યારે ગુણવત્તાનો માપદંડ ઉપયોગી થઈ શકે. અહીં ઉપયોગિતા અને નીતિ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. જ્યારે છાત્રાલયની વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતાથી ઓછી અરજીઓ આવતી હોય ત્યારે ગુણવત્તાના ધોરણને હળવું કરવું પડે કે ત્યજી દેવું જોઈએ. આમ પણ જોઈએ તો આવાં છાત્રાલયો શરૂ થયાં ત્યારે વિદ્યાથીઓનો પ્રવાહ છાત્રાલય તરફ વળતો ન હતો, કદાચ એ કારણે જ રહેવા જમવાની સગવડતા, શાળા-મહાશાળાની ફી, પાઠ્યપુસ્તકો, અભ્યાસ માટે ઉપયોગી અન્ય સાધનો, ઉપરાંત ગણવેશ, અને તેલ-સાબુ વગેરે પૂરાં પાડવાની દષ્ટિ એ વખતે છાત્રાલયોના સંચાલકોએ દાખવી હશે. એ વખતે ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો. કદાચ, શહેરને વતની નથી અને ગામડાંના એના વતનમાં શાળા-મહાશાળા નથી એ જ માપદંડ પર પ્રવેશ અપાતો હતો. કેટલાંક છાત્રાલયોમાં જે શહેરમાં છાત્રાલય હોય એ શહેરના વિદ્યાથીન છાત્રાલયમાં પ્રવેશ ન આપવો એવો નિયમ હતો. એટલે છાત્રાલયમાં પ્રવેશ આપવાના માપદંડ કે ધોરણની આ પ્રમાણે કલ્પના થઈ શકે છે. વળી, શાળા, મહાશાળા કે વિશ્વવિદ્યાલય જે વિદ્યાર્થીને આગળના ધોરણમાં અભ્યાસ માટે લાયક ગણે એ વિદ્યાર્થીને માત્ર ઓછા ગુણ કે ટકા આવવાથી પ્રવેશ આપવાની મનાઈ કરવી એ વાજબી નથી. પ્રારંભમાં છાત્રાલયોની સ્થાપના પાછળ તે તે સમાજનો વિદ્યાથી સુવિધાના અભાવે આધુનિક શિક્ષણથી વંચિત ન રહે તે દષ્ટિ હતી. તેને કેન્દ્રમાં રાખીને, છાત્રાલયમાં જગ્યા હોય ત્યાં સુધી, ઉત્તીર્ણ થયેલા સઘળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં હરકત ન હોવી જોઈએ. વળી, એ વાત તો ભૂલી જ જવાય છે કે ગામડામાં નાના કે મોટાં શહેરો જેવી પૂરતી સગવડ ન હોવાથી, વિદ્યાથી બરાબર અભ્યાસ કરી શકતો નથી, એ ભૂમિકા