________________ 148 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ તો યોગ્ય વિદ્યાથી, હોશિયાર વિદ્યાર્થી છાત્રાલયની સુવિધાથી વંચિત ન રહે એ માટે ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપવાની નીતિ અપનાવવામાં આવી હોય એ શક્ય છે. તત્કાલીન પરિસ્થિતિમાં એ વાજબી હતું. છાત્રાલયમાં વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા કરતાં વિશેષ અરજીઓ આવવાથી અને વિદ્યાર્થીઓને ગુણવત્તાના ધોરણે જ પ્રવેશ આપવાની નીતિ અપનાવવાથી છાત્રાલયોનાં પરિણામો પણ વિશેષ સારાં આવતાં થાય તે સ્વાભાવિક છે. આ કારણથી અને છાત્રાલયમાં પ્રવેશ માટે વગને સ્થાન ન હોવાથી આવાં છાત્રાલયોની સમાજમાં ઊજળી પ્રતિષ્ઠા બંધાણી કેળવણીના વ્યાપક પ્રચાર અને પ્રસાર માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ જાગૃત હતી. એટલે આઝાદી બાદ ઘણી નવી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી. નાનાં નાનાં શહેરોના પ્રગતિશીલ અગ્રણીઓએ તાલુકાના મુખ્ય મથકોમાં કૉલેજની અને ગામડાઓમાં હાઈસ્કૂલની સ્થાપના માટે સફળ પ્રયત્નો કર્યા. વળી આર્થિક વિકાસ સાધવાની દષ્ટિએ, ગામડામાં અને નાનાં શહેરોમાં વસતા વર્ગે શહેરો ભણી દોટ મૂકી. પરિણામે, છાત્રાલયોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાની ક્ષમતા જેટલી કે એથી વિશેષ આવતી અરજીઓની પ્રક્રિયામાં ઓટ આવવા લાગી. વળી, માતૃભાષામાં અભ્યાસના માધ્યમને કારણે મુંબઈ જેવાં પચરંગી શહેરમાં પણ બહારગામથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાની પ્રક્રિયા શરુ થઈ. હવે જ છાત્રાલયોના કાર્યવાહકોની કસોટી શરૂ થઈ રહી છે. ગામડામાં શાળાની અને તાલુકાનાં મુખ્ય મથકોમાં કૉલેજની સ્થાપના થતાં આ મથકોનાં છાત્રાલયોમાં પ્રવેશ મેળવવાની જરૂરિયાત ક્ષીણ થતી ગઈ. આ સંજોગોમાં પણ ગુણવત્તાના ધોરણે જ પ્રવેશ આપવાની નીતિની છાત્રાલયના કેટલાક અગ્રણીઓ હિમાયત કરે છે. અમુક ટકાથી ઓછા ગુણ મેળવનારને પ્રવેશ આપીને, આપણે પાંજરાપોળ ઊભી નથી કરવી કે અમુક ગુણવત્તા ધરાવનાર વિદ્યાર્થીઓ ન મળે તો છાત્રાલય ભલે ખાલી રહે, પરંતુ ઠોઠ અને અભ્યાસમાં પછાત એવા વિદ્યાર્થીને પ્રવેશ ન આપવો એવું વલણ પણ કયાંક જોવા મળે છે. એમને મન આ નીતિવિષયક પ્રશ્ન છે. એટલે એમાં કશી બાંધછોડ કરાય નહિ. છાત્રાલયમાં પ્રવેશ આપવા અંગે ગુણવત્તાનું અપનાવાયેલું ધોરણ સંજોગોની