________________ છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા 147 ધોરણે સ્થપાયાં હોવાથી તે તે જ્ઞાતિના વિદ્યાર્થીઓ પૂરતો આ મર્યાદિત ઉકેલ હતો. પછી તો એક જ્ઞાતિના છાત્રાલયની સ્થાપના અને પરિણામ જોઈને અન્ય જ્ઞાતિઓ (અને અન્ય મથકોમાં પણ) એનું અનુકરણ કર્યું. આ રીતે મહુવામાં જૈન વિદ્યાર્થીઓ માટે આજથી 35 વર્ષ પહેલાં શ્રી મહુવા યશોવૃદ્ધિ જૈન બાળાશ્રમની સ્થાપના થઈ. ત્યાર બાદ દાયકા, અર્ધ-દાયકા જેટલા સમયમાં દશા શ્રીમાળી, કપોળ, સોરઠિયા, કુંભાર, હરિજન વગેરે જ્ઞાતિના છાત્રાલયો એના પગલે પગલે મહુવામાં સ્થપાયાં. એવું અન્યત્ર કદાચ થયું હોય, કદાચ ન યે થયું હોય. આવાં છાત્રાલયોમાં જમવા-રહેવાની સુવિધા સાથે શાળા-મહાશાળાઓની ફી, અભ્યાસક્રમનાં પુસ્તકો, ગણવેશ વગેરે વિદ્યાર્થીઓને આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. કેટલાંક છાત્રાલયોમાં અભ્યાસ માટેની સામગ્રી જેમ કે, નોટબુક, રબર, પેન્સિલ વગેરે પણ અપાતાં. એક છાત્રાલયની મિલકતમાં છબીઘર (Theatre) હતું તે ભાડે અપાયેલું હતું. પરંતુ તે ભાડુઆત સાથે એવી શરત હતી કે તે છાત્રાલયના વિદ્યાર્થીઓને દર મહિને એક ચલચિત્ર મફત દેખાડે. આ બધાંના મૂળમાં એક ભાવના હતી. “સગવડના અભાવે પોતાની જ્ઞાતિ કે સમાજનો એક પણ વિદ્યાર્થી આધુનિક કેળવણીથી વંચિત ન રહેવો જોઈએ.” માતા-પિતાની છત્રછાયાથી દૂર રહેતા વિદ્યાથીને લગીરે ઓછું ન આવે એ રીતે છાત્રાલયના સંચાલકો છાત્રોની હરેક પ્રકારે કાળજી લેતા. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધ્યા-વધી શક્યા, એ જોઈને ગામડામાં વસતાં મા-બાપ અને વાલીઓનો પણ આધુનિક શિક્ષણ તરફ ઝોક વધ્યો. શરૂઆતમાં એવો ઝોક ન યે હોય. તેનું કારણ, કદાચ પરિવર્તનશીલ સમાજમાં શરૂઆતમાં પ્રત્યાઘાતી વિચાર ચાલતો હોય કે છાત્રાલયમાં રહેનાર વિદ્યાથી વંઠી જતો હોય છે. પરંતુ નકકર પરિણામની વાસ્તવિકતા પછી છાત્રાલયમાં પોતાનાં સંતાનોને મોકલવાનો ઝોક વધે એ સ્વાભાવિક બન્યું. પરિણામે છાત્રાલયમાં વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતાથી પણ વિશેષ અરજીઓ આવવા લાગી. એમાં પ્રવેશ કોને આપવો એવો નીતિ-વિષયક પ્રશ્ન ઊભો થયો હોય એવો સંભવ છે. આવા સંજોગોમાં લાગવગને સ્થાન ન રહે અને લાયકાતના ધોરણે પ્રવેશ આપવામાં આવે