________________ 146 અમૃત મહોત્સવ સ્મૃતિ રે 18. છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા - પન્નાલાલ 2. શાહ છાત્રાલય અને છાત્રજીવનની વાત કરીએ એટલે સાંદીપની ઋષિના પેલા બે ચિરંતન છાત્રો-શ્રી કૃષ્ણ અને સુદામાની યાદ આવે જ આવે. એની યાદ આવે એટલે પ્રેમાનંદના કડવાંમાંની આ બે પંક્તિઓ આપણા મનમાં સહેજ ઉભરાય : પછી શામળિયાજી બોલિયા તને સાંભરે રે? હાજી બાળપણાની પ્રીત, મને કેમ વિસરે રે? શાળા કક્ષાના કે ઉચ્ચ અભ્યાસ માટે રહેવા-જમવાની અને અન્ય સુવિધા પૂરી પાડતાં છાત્રાલયો છેલ્લા સાત-આઠ દાયકામાં સ્થપાયાં છે. એ વખતે શાળાઓ (Schools) અને મહાશાળાઓ (Colleges) રાજ્યના મુખ અને મહત્ત્વનાં શહેરોમાં કે તાલુકા અને જિલ્લાનાં મુખ્ય મથકોમાં સ્થપાઈ હતી. શાળાઓ તાલુકાના મુખ્ય મથકોમાં સ્થપાઈ હતી તો મહાશાળાઓ જિલ્લાના મુખ્ય શહેરોમાં સ્થપાઈ હતી, એટલે નાનાં કેન્દ્રો અને ગામડાંઓના વિદ્યાર્થીઓ એવી કેળવાણીથી વંચિત રહે એ સ્વાભાવિક હતું. આ પરિસ્થિતિના ઉકેલ રૂપે જ્યાં શાળાઓ-મહાશાળાઓ સ્થપાઈ હોય તેવાં શહેરોમાં શાળા કક્ષાના અને કૉલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી, જેથી નાનાં કેન્દ્રો અને વિદ્યાર્થીઓ આવાં છાત્રાલયોમાં રહીને આધુનિક કેળવણીની દીક્ષા પામી શકે, જેમ કે શ્રી દેવકરણ મૂળજી જેના બોડીંગ ધોરાજી, આવા યોગ્ય દિશાના અને સમયસરના પગલાંથી વિદ્યાથીઓની કારકિર્દીના ઘડતરના પ્રશ્નોનો ઉકેલ આવ્યો. અલબત્ત આવાં છાત્રાલયો જ્ઞાતિના