________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 145 થાય, એમના ઉપક્રમે અભ્યાસ અંગે વ્યાખ્યાનો, પરિસંવાદો વગેરે યોજાય અને સાથે અધિકારોની રક્ષા પણ થાય એ સર્વ માટે હિતાવહ છે. અંતે એક મહત્ત્વનો વધુ મુદ્દો વિચારવો રહ્યો અને તે છે સરકાર અંગેનો. કેળવણી કદીયે સત્તાની દાસી કે કાયદાની કિંકરી નથી બની શકતી; એ તો સદાયે મન, બુદ્ધિ અને વાણીની સ્વામિની જ રહી છે; એટલે શાસનતંત્ર કે સરકાર એક અથવા બીજી રીતે હસ્તક્ષેપ કરે તો કેળવણીકારો કદીયે એ સાંખી ન લે. શિક્ષણસંસ્થાઓ સ્વાયત્ત છે અને રહેવી જોઈએ. નહિ પણ સ્પાર્ટા જેવું સૈનિકોનું લડાયક તંત્ર બની રહેશે. સરકારની શિક્ષણ પ્રત્યે જોવાની દષ્ટિમાં પણ આમૂલ પરિવર્તન થવાની જરૂર છે. શિક્ષણને ગૌણ સ્થાન આપી, એની પાછળ પૂરો ખર્ચ નહિ કરવામાં આવે તો નહિ શિક્ષણનું સ્તર ઊંચું આવે કે નહિ સમાજનું. આપણે બે વસ્તુ ખૂબ સારી રીતે સમજી લેવી રહી. એક તો એ કે કાંતિ બાહ્ય તોડફોડથી નહિ, શાબ્દિક સૂત્રોચ્ચાર કે ગાળાગાળીથી નહિ પણ આંતરિક સમજથી, અન્યાય સામે ઝૂઝવાની નૈતિક શક્તિદ્વારા જ આવી શકશે અને આને માટે શિક્ષણ એક સૌથી વધુ અસરકારક અને સરળ સાધન છે.