________________ 144 શિક્ષણમાં સમૂળી ક્રાનિ આ મારું બાળક મેં તમારે ખોળે મૂક્યું છે. પણ, સાચી રીતે તો, આમ કહી એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા જ મથી રહ્યાં હોય છે. શાળા ગમે તેટલી સારી હોય તો યે એમાં રેડાતા સંસ્કારોને જ્યાં સુધી કૌટુંબિક સ્નેહનું, માતાના વાત્સલ્યનું અને પિતાના પ્રેમનું સિંચન ન મળે ત્યાં સુધી એ સંસ્કારો પાકા ન થઈ શકે, પાંગરી ન શકે. કુમળી વયમાં તો બાળક માટે ઘર કે કુટુંબથી વધુ ઉપયોગી શાળા બીજી કોઈ પણ ન હોઈ શકે. પાલકોની જેમ સમાજે પણ શિક્ષક પ્રત્યે જોવાના દષ્ટિબિંદુમાં પરિવર્તન કરવું પડશે. એના વ્યવસાયને મૂલવવામાં કે રાષ્ટ્રઘડતરમાં શિક્ષકના ફાળાનું માપ કાઢવામાં નવાં મૂલ્યો અપનાવવા પડશે. આજે સાધારણ એવી માન્યતા પ્રવર્તે છે કે જે વ્યક્તિ સમાજમાં બીજા કોઈ જ કામ માટે લાયક ન હોય એ જ શિક્ષણના વ્યવસાયમાં પડે છે. આ માટે ઘણી વખત પંતુજી' કહી એનો ઉપહાસ પણ કરવામાં આવે છે. પણ સમાજે એ સારી રીતે, સમજી લેવું પડશે કે તાજમહાલના બાહ્ય સૌંદર્ય કે ઉપરના ઘુમ્મટનો આધાર તો એના પાયાના પથ્થરો ઉપર છે, તેમ સમાજમાં શાસકો કે નેતાઓના વિકાસમાં શિક્ષકોનું અનન્ય સ્થાન છે. આજે રાજકીય ગુંડાગીરીને કારણે દેશ પર જ્યારે અરાજકતાનાં વાદળાં ઘેરાયાં છે, ત્યારે દેશ સરમુખત્યારશાહીના પ્રલયપૂરમાં કયારે ડૂબશે એ કહેવું કઠાણ છે, તેવા સમયે બાળકોને - આવતી કાલના નાગરિકોને સાચું શિક્ષણ આપી સમાજના મજબૂત પાયો નાંખતો શિક્ષક એ પંતુજી નહિ પણ દેશનો સાચો પથપ્રદર્શક છે. સાધારણ રીતે ચાલકો શિક્ષકોનાં સ્વતંત્ર વ્યક્તિત્વને અને વિચારોને સ્વીકારવા આનાકાની કરતા હોય છે પણ એમણે એ સારી રીતે સમજી લેવું જોઈએ કે ચાલક અને શિક્ષકનો સંબંધ હજુર અને મજૂર કે માલિક અને નોકરનો નહિ પણ બે સહકાર્યકરોને - સાથીઓનો સંબંધ છે. કવિવર ટાગોરે સાચું જ કહ્યું છે કે God seeks comrades and claims love, The Devil seeks slaves and claiins obedience. 24140 Cal 312412412 શયતાનનાં ઘરો નહિ પાગ સરસ્વતીનાં મંદિર બનાવવા હોય તો શિક્ષક અને વિદ્યાર્થી બન્નેના સ્વતંત્ર વ્યક્તિત્વને સન્માનતાં શીખવું પડશે. એમનાં વાણી, વર્તન, ભાષા કે પોશાક પર નિરર્થક નિયંત્રણો કે કડક અંકુશો મૂકવાની સ્વાતંત્રવિરોધી ઇચ્છાને દબાવવી પડશે. સાથે સાથે શિક્ષકોએ પણ પોતાના અધિકારોની બાબતમાં સતત જાગ્રત રહેવું રહ્યું. શિક્ષણસંઘોની સ્થાપના