________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ થાય છે. ભારતીય વિદ્યાપીઠોમાં હજુ ફૉરેન જેટલા ભવાડા નથી થયા પણ વાર નહિ લાગે. ધીરે-ધીરે વિદ્યાપીઠો હવે રાજકારણના અખાડા તો બનવા જ માંડી છે. કૉલેજની ચૂંટણીઓ એટલી જોરજુલમ અને શોરગુલથી થાય છે, જાણે સિકંદર આખી દુનિયા જીતવા ન નીકળ્યો હોય! એમાં દાદાગીરીથી માંડીને ખૂન સુધીના બનાવો પણ બનવા માંડ્યા છે. કૉલેજનું ઈલેક્શન એ જાણે રાજકારણમાં જવાનો રાજપંથ બની ગયો છે. આજના નેતાઓ તરફ નજર કરશો તો જણાશે કે ઘણા નેતાઓ વિદ્યાર્થી નેતામાંથી દેશનેતા બની ગયા છે. માંડાના રાજા પહેલાં ઈલાહાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા હતા. પછી આગળ જતાં એ ભારતના વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ બની ગયા. હેમવંતી નંદન બહુગુણા, ડૉ. જીચકર, આફિઝ અહમદખાન, પ્રિયરંજનદાસ મુંશી જેવા કેટલાય વિદ્યાથી નેતાઓ આગળ જતાં દેશ સેવા કરવા માટે રાજકારણના પંથે નીકળી પડેલા. આ બધા દાખલાઓ નજરમાં લઈને કૉલેજના ઈલેકશનો લડવામાં આવે છે. જીતનારા ઉમેદવારને હાથીની અંબાડી પર બેસાડીને રાજમાર્ગો પર ફેરવવામાં આવે છે. અબીલ-ગુલાલ ઉડાડવામાં આવે છે. શિક્ષામંદિરોમાં આ ઈલેક્શનનું એક મોટું પ્રદૂષણ ઊભું થયું છે જેણે ઘણાનાં ગળાં રહેંસી નાખ્યાં છે. ઈલેક્શનની જેમ એક બીજું પ્રદૂષણ ફેલાયું છે હડતાલોનું. વાતવાતમાં આજે હડતાળ પાડવામાં આવે છે. હમણાં જ અમદાવાદની કૉલેજોએ હડતાળ પાડી. શા માટે તે જાણો છો? પરીક્ષાનો બહિષ્કાર કરવા માટે. દીવાળી વેકેશન પછી તરત પરીક્ષા આપી શકાય તેમ નથી એવો વિદ્યાર્થીઓનો દાવો છે. રજાના દિવસો મજા કરવા માટે હોય છે. એટલે એમાં વાચન થઈ શકે નહિ. વાંઆ વિના પરીક્ષા આપી શકાય નહિ. કેવી વાહિયાત દલીલો છે. જેને ભણવું છે તેને વળી મજા કેવી ? સંસ્કૃતમાં એક સુભાષિત છે. “વિદ્યાર્થિન: કુત: સુખ છે. સુખાર્થિન: કુત: વિદ્યા છે' વિદ્યાર્થીને વળી સુખ-મોજ મજા કેવી અને સુખાર્થીને, મોજમજા કરનારને વળી વિદ્યા કેવી? પણ જેને હડતાળ જ પાડવી છે તેને ગમે તેમ કરીને બહાનું ઊભું કરવાનું હોય છે. એન્ટ્રી ફી, ટર્મ ફી, ટ્યુશન ફીના