________________ તમસો માં જ્યોતિર્ગમય સીતા રામાના લવમાં પડી ગઈ અને લવમેરેજ થયાં. પણ સ્ટેપમધરના ઓર્ડર થકી તેના બ્રધરની મિસિસને લીધા વગર પોતાની મિસિસ સાથે રામા ફોરેસ્ટ ગયા. ત્યાં વાઈફનું કિડનેપ થયું. મારૂતી નામના મંકીની મદદથી ડિનેપર રાવણની સાથે વોર થઈ. તુલસીદાસ જેવા રાઈટરે લખેલી સ્ટોરીને કારણે રામા ફેમસ થયા છે.” અંગ્રેજી માધ્યમનો મોહ વ્યાપક બન્યો છે. પણ એ અનાર્ય વિદ્યા ભણીને કોઈ દી' ભલીવાર આવવાનો નથી. કેમકે આ અનાર્ય વિદ્યા ભણનારા દેશોની પણ આજે દશા બેઠી છે. ત્યાં શિક્ષણ પણ સાવ છેલ્લે પાટલે ગયું છે. ત્યાં દર વર્ષે સાત લાખ બાળકો અધવચ્ચેથી સ્કૂલ છોડી દે છે. સાડા સાત લાખ વિદ્યાર્થીઓ કૉલેજ ડીપ્લોમા મેળવે છે, પણ તેમને વાંચતાં આવડતું નથી. પોણા ત્રણ કરોડ માણસો ત્યાં બિલકુલ અંગુઠા છાપ છે. વીસ લાખ શિક્ષકો છ લાખથી વધુ સ્કૂલોમાં અધ્યાપન કરાવે છે. રૂ. 4,240 અબજ ખર્ચાય છે, પણ પરિણામ ઝીરો છે. આજે ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, ઈજનેરો, બાયોલોજીસ્ટો અને કેમિસ્ટોની સાડા સાત લાખ ઉપરની સંખ્યાની જરૂર છે. છે કોઈ ભારતમાં એવો ધંધાદારી જે આ ગંજાવર આંકડા પૂરા પાડી શકે? આ બધા આંકડા વિજ્ઞાનના લેખો છાપતાં અમેરિકાના ખ્યાતનામ મેગેઝીન “ડિસ્કવર'માં પ્રસિદ્ધ થયેલા છે. હવે તો એક નવું આખું ‘ગન કલ્ચર (બંદૂક સંસ્કૃતિ) તૈયાર થઈ રહ્યું છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં બાળકો સ્કૂલમાં હેન્ડગન લઈને આવવા મંડ્યા છે. આ રોકવા માટે પોલીસે લીધેલાં પગલાંમાં 65 વિદ્યાર્થીઓને અને છ કર્મચારીઓને ઠાર મારવામાં આવ્યા છે. પાંચ લાખ ડૉલરનો ખર્ચ શાળામાં ગોઠવેલા મેટલ ડિટેક્ટરો માટે કરવામાં આવે છે. આ હેન્ડગનનું વળગણ નિવારવા માટે આજ લગીમાં કેટલાય સેમિનારમાં માનસશાસ્ત્રીઓથી માંડીને રાજકારણીઓ સુધીના વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. પણ હજુ સુધી કશું પરિણામ આવી શક્યું નથી. કેફી દ્રવ્યોનાં સેવન અને મારામારીવાળી ફિલ્મોને આમાં કારણ માનવામાં આવી રહી છે. - જાપાનમાં પ0 પી.એચ.ડી. થયેલી ખોપડીઓ રસ્તા પર આંટા મારે છે. કોઈ સર્વિસ આપતું નથી. પી.એચ.ડી.ની ડિગ્રી મેળવે ત્યાં સુધીમાં વય ઘણી વધી ગઈ હોય છે અને કંપનીવાળા મોટી વય ધરાવનારાને સ્વીકારતી નથી. ડિગ્રીઓનો જ્યારે ઓવરડોઝ થઈ જાય ત્યારે આવી દશા