________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 291 લેવાઈ છે એવાં પ્રકાશનોની સંખ્યા 167 થવા જાય છે, જેમાં 91 પુસ્તકો, 66 વિવિધ સામયિકો અને 10 સંસ્થાના હેવાલોનો સમાવેશ થાય છે. સંપાદનો : મોહનભાઈએ બહેરલ્ડ’ અને જૈનયુગ” દ્વારા અનેક જૂની હસ્તપ્રતોને પ્રગટ કરીને પ્રકાશમાં આણવાની ઘણી મોટી સંપાદન-સેવા બજાવી છે. તંત્રી તરીકે એમણે સ્વીકારેલી નીતિનો આ એક ભાગ હતો. અસંખ્ય જૂની સામગ્રીનું સંપાદન, સંશોધન, સંકલન અને સંગ્રહનું કામ કરીને મોહનભાઈએ પ્રાચીન કૃતિઓથી વાચકવર્ગને સુપરિચિત કરવાનું મહત્વકૃત્ય કર્યું છે. આવી સંપાદિત કૃતિઓમાં સ્તવનો, સઝાયો, હરિયાળીઓ, ઉખાણાં, સુભાષિતો, ચૈત્ય-પરિપાટી, રાસ, પ્રાચીન ગદ્ય નમૂનાઓ, પાદુકાલેખ, લઘુપટ્ટાવલિ, મહાવીર સ્તોત્ર નામે અપભ્રંશ ભાષાનું એક અતિ પ્રાચીન કાવ્ય, બારમાસ, પ્રાચીન પત્રો, પ્રાચીન ઘેરાવલી, પૂર્ણિમા ગચ્છની અપભ્રંશ અને ગુજરાતી ભાષામાં | ગુવલી, તપગચ્છની પટ્ટાવલિ, જેન ધાતુ-પ્રતિમાલેખો, વિજ્ઞપ્તિ પત્ર, અમદાવાદનો બાદશાહી સમયનો ઘરેણાખતનો દસ્તાવેજ વગેરેનો સમાવેશ થાય છે. સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતાર'ને મોહનભાઈએ શબ્દાર્થ-વિવેચન સહિત સંપાદિત કર્યો છે. વિનયવિજયજીકૃત ‘નયકર્ણિકા' અંગ્રેજી અનુવાદ સાથે સંપાદિત કરી છે. આનંદઘન, સમયસુંદર, યશોવિજયજી આદિ કવિઓનાં કેટલાંક અપ્રગટ પદો-સ્તવનો અહીં પ્રથમવાર પ્રગટ થયાં છે. મોહનભાઈનાં લખાણો : ‘હેરલ્ડ’ અને જૈનયુગ'માં મોહનભાઈના પ્રગટ થયેલા સાહિત્ય વિષયક લેખોમાં પંડિત દેવચંદ્રજી, આનંદધન, યશોવિજયજી, સમયસુંદર, ઋષભદાસ, બુદ્ધિસાગર, મેઘવિજય જેવા નોંધપાત્ર કવિઓ વિશેના લેખો નોંધપાત્ર બન્યા છે. ઐતિહાસિક લેખોમાં મોહનભાઈએ ઘણી ઐતિહાસિક માહિતી અંગ્રેજી-હિન્દી લેખોના અનુવાદો દ્વારા ઉપલબ્ધ કરાવી આપી છે. જેમકે તપગચ્છની પઢાવલિ એ મૂળ ડૉ. જહાઁનેસ કલાટના લખાણનો અનુવાદ છે. દક્ષિણમાં ને ધર્મ એ મિ. શર્માના અંગ્રેજી નિબંધમાંથી મોહનભાઈએ ગુજરાતીમાં ઉતારેલો સંક્ષેપ છે. “વિક્રમ પાંચમી સદીની સ્થિતિ : મંદસોરનગર' એ મહાવીરપ્રસાદ દ્વિવેદીના હિંદી લેખનો અનુવાદ છે. એ જ રીતે વીરચરિત્ર અંગેની કેટલીક વીગતો કેટલાક જૂના ગ્રંથોમાંથી તારવીને ગુજરાતીમાં રજૂ કરાઈ છે.