________________ 246 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં માધવનો ઉત્તર મોર (મોરનો વાસ ડુંગરો વચ્ચેની બખોલમાં હોય છે. પંખાળો છતાં તે ખાસ ઊડી શકતો નથી, સીધી દોટ મૂકી શકે છે. એક કાલ્પનિક માન્યતા પ્રમાણે જ્યારે વર્ષાઋતુમાં મોર કળા કરી નાચે છે ત્યારે એની આંખમાંથી આંસુ ઝરે છે. પાસે ફરતી ઢેલ તે આંસુ જમીન પર પડે તે પહેલાં અદ્ધર ઝીલે તો તેને પેટે નર મોર જન્મે છે. પણ નીચે પડેલું બિંદુ લે તો તે માદા ઢેલને જન્મ આપે છે. વાસ્તવમાં તો અન્ય પક્ષીઓની માફક જ મોર ને ઢેલનો જન્મ થાય છે). કામકુંદલાનો પ્રશ્ન चिहुं नारीइ* नर नीपजइ, चिहुं पुरुषइ नर होइ / सो नर जेहनइ पद्धरु, गंजि न सकइ कोइ // 4 // ચાર નારીથી નર પેદા થાય છે, ચાર પુરુષે નર બને છે. તે નર જેને પાધરો હોય તેને કોઈ પીડી કે હરાવી શકતું નથી. માધવનો ઉત્તર દીહ-દિવસ (ચાર નાલીથી એક પ્રહર બને છે. ચાર પ્રહરનો એક દિવસ. એ દિવસ જેનો પાધરો તેને કોઈ પરાજિત ન કરી શકે.) કામકુંદલાનો પ્રશ્ન गलइ जनोइ पूठि थण, मस्तक ऊपरि दंत / ए हीयाली करि ग्रही, श्रवण सुहावइ कंत // 5 // ગળે જનોઈ છે, પૂઠે-પાછળ સ્તન છે, મસ્તક ઉપર દાંત છે, હૃદયને જે આહલાદક છે તેને હાથમાં લઈને તે વહાલા! કાનને સુખ આપો. માધવનો ઉત્તર વીણા (વગાડ) " (જનોઈ તે વીણાના તાર, પાછળનાં બે તુમડાં તે સ્તન. માથા ઉપર દાંત તે સ્વરસંધાનની પટ્ટીઓ. વીણાવાદન શ્રવણેન્દ્રિયને સંતર્પે છે.) અહીં નારી તે શું તે સ્પષ્ટ નથી. ‘નાલી’ પણ ખુલાસારૂપ બને તેમ નથી.