________________ 286 શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત્વ મોહનભાઈ એના તંત્રીપદે ચાલુ રહ્યા. છેલ્લા અંકમાં ‘પૂર્વ મંત્રીનું છેલ્લું નિવેદન -Farewel - જય જિનેન્દ્ર એવા શીર્ષકવાળું લખાણ લખી તેમણે વિદાય લીધી. નિવેદનમાં તેમણે જણાવ્યું કે “તંત્રી તરીકે મેં એક પ્રીતિશ્રમ, (Labour of Love) નું જ કામ સ્વીકાર્યું હતું.' વાત પણ સાચી હતી. કેમકે હેરલ્ડ' મોહનભાઈએ માનદ્ મંત્રી તરીકે સંભાળ્યું હતું અને એ ચલાવવામાં પત્રવ્યવહાર તેમજ પ્રફવાચન જેવું બધું જ કામ જાતે કરતા. ‘હેરલ્ડ' માટે થઈને મોહનભાઈએ કૉન્ફરન્સને માથે એક કલાક કે પ્રકરીડરનો ખર્ચ પણ પડવા દીધો નથી. આથી વિશેષ એમના પ્રીતિશ્રમનો કયો પુરાવો હોઈ શકે? મોહનભાઈ હેરલ્ડ'ના તંત્રીપદ માટે કેટલા અનિવાર્ય હતા એ તો એના પરથી જ સાબિત થાય છે કે મોહનભાઈ તંત્રીપદેથી છૂટા થતાં ‘હેરલ્ડ’ બંધ જ પડ્યું. આમ 1912 એપ્રિલથી 1919 ફેબ્રુઆરી સુધી-એટલેકે સાતેક વર્ષ મોહનભાઈએ હેરલ્ડ'ના તંત્રી તરીકેની ફરજ નિભાવી. લગભગ સાડા છ વર્ષ કૉન્ફરન્સના મુખપત્રના પ્રકાશન વિનાનાં ગયાં. છેવટે કૉન્ફરન્સને મુખપત્રની અનિવાર્યતા જણાઈ. તે વખતે પ્રશ્ન થયો કે મુખપત્રનું અગાઉનું નામ ચાલુ રાખવું કે બદલવું? પત્રની નીતિ શું રાખવી? આ માટે એક પેટા સમિતિ નિમાઈ. એણે મુખપત્રની નીતિની રૂપરેખા તૈયાર કરી, અને નામની બાબતમાં એમ સૂચવ્યું કે અગાઉનું લાંબુ અંગ્રેજી નામ છોડી દેવું ને નવું ટૂંક સુંદર નામ તંત્રીએ પસંદ કરી મૂકવું. સ્ટેન્ડિંગ કમિટીએ પુન: મોહનલાલ દ. દેશાઈની તંત્રી તરીકે પસંદગી કરી. મોહનભાઈએ કમિટીની વિનંતીને આજ્ઞા માનીને સ્વીકારી અને .. ૧૯૮૧ના ભાદરવા માસનો અંક જૈિન યુગ'ના પ્રથમ વર્ષના પ્રથમ અંક તરીકે પ્રગટ થયો. (ઈ.સ. 1925) જેનયુગ'ના પ્રથમ અંકના તંત્રી નિવેદનમાં મોહનભાઈ પત્રકારમાં હોવા જોઈતા ત્રણ સદ્ગણોનો ઉલ્લેખ કરે છે. તેઓ લખે છે. : ".... મારામાં સદાય શુદ્ધનિષ્ઠા, સત્યજ્ઞાન અને પવિત્ર અંત:કરણ રહ્યા કરે એવું શાસનનાયક પ્રત્યે પ્રાર્થ છું. કારણકે એ ત્રણ સદ્ગણો વગરના પત્રકારો તે સમાજના ભયંકર દુશ્મનો, અવળે રસ્તે ચાલનારા અને સમાજરથને તોડી પાડનારા થાય છે.” મોહનભાઈને મતે વર્તમાનપત્ર માત્ર સમાચાર આપનારું કે કોઈ ઘટના નોંધનારું પત્ર નથી, પણ પ્રત્યેક બનાવ ઉપર, તેમાંથી ઉપસ્થિત થતા