________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 227 30. ત્રિષષ્ટિશલાકાપરષયરત : એક અભ્યાસ - ચીમનલાલ એમ. શાહ, “કલાધર' હેમચંદ્રાચાર્ય ગુજરાતના જ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રના તેજસ્વી શૃંગ હતા. એ સમયે માત્ર ગુજરાતમાં જ નહિ સમગ્ર ભારતવર્ષમાં તેમના જેવા સંકલ્પસિદ્ધ, કર્મઠ અને પ્રતિભાશાળી વિદ્યાપુરુષની જોડ ' મળવી મુશ્કેલ હતી. કવિતા, વ્યાકરણ, ન્યાય, છંદ, અલંકાર, ઇતિહાસ, સાહિત્ય, પુરાણ, કોશ, યોગ, અધ્યાત્મ, ત્યાગ, તપ, જપ, ધ્યાન, સંયમ, સદાચાર, રાજકલ્યાણ, લોકકલ્યાણ જનક એવા શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના ચોરાશી વર્ષના સુદીર્ધ જીવન દરમિયાન વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું. તેઓની કૃતિઓ મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં છે. આજે તેમની એક સુપ્રસિદ્ધ કૃતિ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'નો પરિચય કરાવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે તેનો આનંદ છે. ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત’ 360 થી વધુ શ્લોકોમાં સંસ્કૃત ભાષામાં લખાયેલ મહાકાવ્ય ગ્રંથ છે. આ મહાસાગર સમાન વિશાલ ગ્રંથની રચના શ્રી હેમચંદ્રાચાર્યે તેમની ઉત્તરાવસ્થામાં કરી હતી. મહાભારત અને પુરાણોની બરોબરી કરી શકે તેવા આ મહાન ગ્રંથમાં શ્રી. હેમચંદ્રાચાર્યની અમૃત સમી વાણીનું ગૌરવ અને મધુરતા વાક્ય વાકો અનુભવી શકાય છે. ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત' એટલે 63 શલાકા પુરુષોના ચરિત્ર. જૈનધર્મની માન્યતા પ્રમાણે જે મહાપુરુષોના મોલ વિષે કોઈ સંદેહ નથી એવી પ્રભાવક વિભૂતિઓને શલાકાપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. આ મહાગ્રંથમાં ભગવાન ઋષભદેવથી મહાવીર સ્વામી