________________ 228 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત : એક અભ્યાસ ચક્રવર્તીઓ; રામ, કૃષણ વગેરે નવ વાસુદેવ, લક્ષ્મણ, બળભદ્ર વગેરે નવ બળદેવ; રાવણ, જરાસંઘ વગેરે નવ પ્રતિવાસુદેવ, એમ મળીને કુલ 63 શલાકા પુરુષોનાં ચરિત્ર આલેખવામાં આવ્યાં છે. આ મહાકાવ્યની રચના દસ પર્વોમાં કરવામાં આવી છે. પહેલા પર્વમાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ અને તેઓના પુત્ર ચક્રવર્તી ભરતનું ચરિત્ર આલેખાયેલું છે. બીજા પર્વમાં શ્રી અજિતનાથ તથા ચક્રવર્તી સગર એ બંને મહાપુરુષોનાં ચરિત્ર છે. ત્રીજા પર્વમાં શ્રી સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ અને શીતલનાથ એમ આઠ તીર્થકરોનાં ચરિત્ર છે. ચોથા પર્વમાં શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ અને ધર્મનાથ * આ પાંચ તીર્થકરોના ચરિત્ર તેમજ પાંચ વાસુદેવોના, પાંચ પ્રતિવાસુદેવોના, પાંચ બળદેવોના અને બે ચક્રવતી મઘવા અને સનતકુમારના મળીને કુલ બાવીસ મહાપુરુષોના ચરિત્રનો સમાવેશ થાય છે. પાંચમા પર્વમાં સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. તેઓ એક જ ભવમાં તીર્થકર અને ચક્રવર્તી હતા તેથી તેમનાં બે ચરિત્રો આપવામાં આવ્યાં છે. છઠ્ઠા પર્વમાં કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ અને મુનિસુવ્રતસ્વામી એમ ચાર તીર્થકરોના ચરિત્રની સાથે ચાર ચક્રવર્તી, બે વાસુદેવ, બે પ્રતિવાસુદેવ અને બે બળદેવ મળી કુલ ચૌદ મહાપુરુષોનાં ચરિત્રો આલેખવામાં આવ્યાં છે. તેમાં પણ ચાર ચક્રવર્તીમાં કુંથુનાથ અને અરનાથ તે જ ભવમાં ચક્રવર્તી થયો હોય તેમના ચક્રવતી તરીકેના ચરિત્રોનું આલેખન થયું છે. સાતમા પર્વમાં એકવીસમાં તીર્થકર શ્રી નેમિનાથજી, દશમા-અગિયારમાં ચક્રવર્તી હરિષણ અને યે અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્રો મળી કુલ 6 મહાપુરુષોના ચરિત્રનું આલેખન છે. આ પર્વનો મોટો ભાગ રામચંદ્રાદિના ચરિત્રમાં રોકાયેલો હોઈ તેને “જૈન રામાયણ” અથવા “પદ્મચરિત” પણ કહેવામાં આવે છે. આઠમા પર્વમાં બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ તથા નવમાં વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ કૃષગ, બળભદ્ર તથા જરાસંધના મળી કુલ 4 મહાપુરુષોનાં ચરિત્રો છે. પાંડવો શ્રી નેમિનાથના સમકાલીન હોવાથી તેમનાં ચરિત્રોનો સમાવેશ પણ આ પર્વમાં કરવામાં આવ્યો છે. આ પર્વને “જૈન હરિવંશ પુરાણ” તરીકે પણ ઓળખવામાં આવે છે.