________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 229 નવમા પર્વમાં તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું તેમજ બારમા ચક્રવર્તી શ્રી બ્રહ્મદરનું ચરિત્ર આપવામાં આવ્યું છે. દશમા પર્વમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર છે. બધા પર્વો કરતાં આ પર્વ વિસ્તારમાં સૌથી મોટું છે. આ પર્વમાં કુલ તેર સર્ગ અને ગ્રંથકારની પ્રશસ્તિ છે. આ પર્વમાં શ્રેણિક, કોણિક, સુલસા, અભયકુમાર, ચેટકરાજા, હલ્લવિહલ્લ, મેધકુમાર, નંદિણ, ચલ્લણા, દુર્ગધા, આકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જેમાલિ, શતાનીક, ચંડપ્રદ્યોત, મૃગાવતી, યાસાસા, આનંદાદિ દશ શ્રાવકો, ગોશાલક, હાલીક, પ્રસન્નચંદ્ર, દુર્દરાંકદેવ, ગૌતમસ્વામી, પુંડરીક-કંડરીક, અબડ, દશાર્ણભદ્ર, ધન્ના-શાલિભદ્ર, રૌહિણેય, કપિલકેવળી, કુમારનંદીસોની, ઉદાપિ, કુલવાલુક, કુમારપાળ રાજા વગેરેનાં ચરિત્રો અને પ્રબંધો ઘણી અસરકારક રીતે વર્ણવવામાં આવ્યા છે. તેમાં પણ શ્રેણિક, કોણિક, અભયકુમાર, આદ્રકુમાર, રાંકદેવ, છેલ્લા રાજર્ષિ ઉદાયન અને ગોશાળા વગેરેના વૃત્તાંતો તો ઘણા જ વિસ્તારવાળા છે. આ પર્વમાં પાંચમા અને છઠ્ઠા આરાનું તથા ઉત્સપિણિકાળનું ભાવી વૃત્તાંત પણ વિસ્તારથી વર્ણવ્યું છે. આ અને બીજી અનેક રસપ્રદ હકીકતોથી પરિપૂર્ણ આ પર્વ છે. આ મહાગ્રંથની રચના કુમારપાળ મહારાજની વિનંતી સ્વીકારીને હેમચંદ્રાચાર્ય કરી છે. તે વાત ગ્રંથની અંતિમ પ્રશસ્તિમાં જણાવવામાં આવી છે. આ પ્રશસ્તિમાં કુમારપાળ રાજાને હેમચંદ્રાચાર્યને ઉદ્દેશીને નીચે પ્રમાણે કહેતા ટાંકવામાં આવ્યા છે. “હે સ્વામી! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે તમો તેમની આશાને પ્રાપ્ત કરીને નરકગતિ સંબંધી આયુષ્યના નિમિત્તરૂપ મૃગયા, ધૂત, મદિરા વગેરે દર્ગણોને મેં મારી પૃથ્વીમાંથી નિષિદ્ધ કર્યા છે; તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવાનું પણ મેં છોડી દીધેલું છે; અને બધી પૃથ્વી અરિહંતના ચૈત્ય વડે સુશોભિત કરી દીધી છે. તો હવે હું સાંપ્રતકાળમાં સંપતિ રાજા જેવો થયો છેપૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી મુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારા માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે વયાશ્રયકાવ્ય, છ દોડનું શાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રો પાગ રચેલાં છે. તે સ્વામી! જો કે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજજ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુરુષોના ચરિતને પ્રકાશ કરો.” (પર્વ-૧૦ શ્લોક 16 થી 19).