________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 73 શીલાચાર્યની પૂર્વે ‘સૂત્રકૃતાંગ' અને બીજાં અંગો ઉપર ટીકા અથવા ટીકાઓ હોવી જોઈએ, એમ એમના જ વિધાન ઉપરથી જણાય છે. આથી 'પ્રભાવકચરિત'માંની ઉપર્યુક્ત અનુશ્રુતિનું સમર્થન થાય છે. પોતાની ટીકામાં શીલાચાર્ય એક સ્થળે લખે છે, 'જુદા જુદા સૂત્રાદોંમાં નાનાવિધ સૂત્રો દેખાય છે અને ટીકા * સંવાદી એક પણ આદર્શ મળી શક્યો નથી. આથી અમુક એક જ આદર્શને અનુસરીને વિવરણ કર્યું છે, એ વસ્તુ વિચારીને કોઈ સ્થળે સૂત્રથી વિસંવાદ જણાય તો ચિત્તવ્યામોહ ન કરવો'. - “પ્રભાવકચરિતને આધારે કહીએ તો “આચારાંગ’ અને ‘સૂત્રકૃતાંગ' ટીકાઓ શીલાચાર્યે રચી, જે હાલ મળે છે. પણ શીલાચાર્યના સમયમાં પણ અંગો ઉપર પૂર્વકાલીન ટીકાઓ હતી, જે પછીથી લુપ્ત થઈ. શીલાચાર્યની બે ટીકાઓ પોતાની સમક્ષ હતી તેથી બાકીનાં નવ અંગો ઉપરની ટીકા અભયદેવસૂરિએ રચી. તેમણે સૂચિત કરેલી અન્ય ટીકાઓ કે વૃત્તિઓ બીજા કોઈ વિદ્વાન કે વિદ્વાનોએ રચી હોવી જોઈએ. આગમ સાહિત્યના સૌથી પ્રમાણભૂત ટીકાકારોમાં અભયદેવસૂરિની ગણતરી થાય છે. એ ટીકાઓની સહાય વિના અંગસાહિત્યનાં રહસ્ય સમજવાનું પછીના સમયના ગમે તેવા આરૂઢ વિદ્વાનો માટે પણ લગભગ અશક્ય બન્યું હોત. પછીના સમયના ટીકાકારો અને અભ્યાસીઓએ નિરંતર અભયદેવસૂરિનો આધાર લીધો છે. સિદ્ધસેન દિવાકરના “સન્મતિ તર્ક ઉપર ‘તત્ત્વબોધ વિધાયિની” અથવા વાદમહાર્ણવ' નામે મહાન ટીકા લખનાર અભ્યદેવસૂરિ રાજગચ્છના હોઈ નવાંગીકારથી ભિન્ન છે. એક કાળે અભયદેવ નામ જૈન સાધુઓમાં ખૂબ પ્રચલિત હતું અને અભયદેયસૂરિ નામના દસ આચાર્યો અત્યાર સુધી જાણવામાં આવ્યા છે (મોહનલાલ દેશાઈ, ઉન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'). નવાંગીવૃત્તિકાર અભયદેવ જેવા મહાપુરુષ પોતાના પૂર્વકાલીન વૃત્તિકારોને જે માનાંજલિ આપે છે તે જુઓ यद्वाङ्महामन्दर मन्थनेन शास्त्रार्णवादुच्छलितान्यतुच्छम् / भावार्थ रत्नानि ममापि दृष्टौ यत्नानि ते वृत्तिकृतो जयन्ति / * * *