________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ શકીશું. અહીં કવિ જલંદરના રોગીનું એક વિલક્ષણ ચિત્ર આપે છે. જગતમાં અનેક આધિવ્યાધિ ઉપાધિઓ છે. એમાં પ્રથમ ગણાય દેહનું કટ, કવિ કહે છે, જલંદરના ભયાનક રોગથી વિકૃત દેહદશાને પામેલો મરણોન્મુખ માનવી પણ આદિનાથની કૃપાથી રોગમુક્ત થઈ રહે છે. દેહનું કેન્દ્ર છે પેટ પેટમાં પાણીનો સંગ્રહ એટલે જલંદર. સંગ્રહ-પરિગ્રહ-માત્ર અનન્ત દુ:ખતું કારણ. જલંદર જેવા અસાધ્ય રોગમાં દર્દીની ધીરજ, તિતિક્ષા અને સહનશીલતાની કસોટી થાય છે. સર્વ પ્રકારનાં ભોજન, અરે! પાણી પણ લીધા વિના દેહને ટકાવવો એ કપરી દેહતપસ્યા છે. દેહ વિશે જેમ જલંદર તેમ આત્મા વિશે કર્મ એ અસાધ્ય મનોવિકૃતિ છે. આ બન્નેને દૂર કરવા તનનો અને મનનો કઠોર સંયમ અને પ્રભુકૃપા જરૂરી છે. આપાદકંઠ લહશૃંખલાઓથી બંધાયેલા માનવીની સ્થિતિ કેવી દયાજનક હોય? બંધનો પાછાં એવાં જડબેસલાક કે એનાથી અંગો પાણ છોલાઈ ગયાં હોય. આવો મનુષ્ય પણ પ્રભુ આદિનાથના નામસ્મરણવડે બંધનમુક્ત થાય છે. આપણે સહુ અનેક સ્થળસૂમ બંધનમાં બંધાયેલા હોઈએ છીએ. પ્રભુની ભક્તિ સર્વે ભવબંધનોમાંથી મુક્તિ અપાવે છે. પ્રભુના નામસ્મરણથી સંસારત્વ કપાતું જાય છે અને આત્મા વ્યાપક જીવન્ત સત્તા સાથે એકરૂપ થતો જાય છે. આપણામાં રહેલું દેવત્વ પમરતું જાય છે. આપણે માનવી મટી તીર્થ બનીએ છીએ, તીર્થકર બનીએ છીએ. પ્રભુકૃપાનું આથી વિશેષ કલ્યાણકારી પરિણામ બીજું કયું હોઈ શકે? આ શ્લોકની વ્યંજના સ્પષ્ટ હોવા છતાં પંક્તિના વાર્થ અનુસાર માનતુંગાચાર્યના જીવન પ્રસંગને અહીં વણી લેવામાં આવ્યાનું માનવામાં આવે છે. આપણા જેવા ધર્મભીરુ ભોળુડા સમાજ માટે આમ બનવું સહજ છે. મહાન વ્યક્તિત્વની હયાતિમાં જ એના વિશેની ચમત્કારક કથાઓ પ્રગટતી, પ્રસરતી હોય છે. હર્ષના (7 મી સદી) દરબારના અન્ય બે કવિઓ બાણ અને મયૂર વિશે પણ આવી કથાઓ પ્રચલિત છે. “ચંડીશતક” ગાઈને બાણનાં કપાઈ ગયેલાં અંગો પુન: સંધાઈ ગયાં, “સૂર્યશતક” ના પઠનથી કવિ મયૂરના દેહ વિશેનો કોઢ શમી ગયો અને રાજાએ કસોટી કરવા માનતુંગને પહેરાવેલી લોહસાંકળો “ભક્તામર સ્તોત્ર' ના ગાનથી છૂટી થઈ ગઈ. શક્તિપૂજા માટે બાણની કથા, સૂર્યપૂજાના પ્રસાર માટે મયૂરની કથા અને જિનધર્મમાહાત્મ