________________ પંડિત સુખલાલજી 277 સાધક માટે સંતનું જીવન સહજ બન્યું. ગુરુ નાનકે કહેલું કે સત્ય શ્રેષ્ઠ છે પરંતુ સત્યનું આચરણ શ્રેષ્ઠતર છે. આ આચરણ કરતાં કરતાં એમણે ક્યારેક એવી વાત કહેવાની પણ આવતી કે જે જૈન વિદ્વાનોને પણ કઠતી. પંડિતજી સંપ્રદાયની શિસ્તમાં સમાય એવા નાના રહ્યા જ ન હતા. એ બ્રહ્મ” અને “સમ'ના ઉપાસક એક સાથે હતા. એમણે ૧૯૫૯માં સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે આ વિશે જ વ્યાખ્યાન આપ્યું હતું. એ માનતા કે બુદ્ધિનો મૂળગત સ્વભાવ સત્યને સ્પર્શવાનો છે. હું એક સચેતન તત્ત્વ છું અને બીજા પ્રાણીવર્ગમાં પણ એવી જ ચેતના છે. “સમની દષ્ટિ આ સ્વીકારે છે. બાહ્ય પ્રકૃતિ એ બુદ્ધિનું બીજું પ્રભવસ્થાન છે. એમાંથી કવિત્વમય ચિંતન લાધે છે. પ્રકૃતિના દશ્યમાન રૂપો પાછળ પરમગૂઢ તત્વ હોય પણ એ રૂપોને સંબોધીને થતી પ્રાર્થનાઓ બ્રહ્મરૂપે ઓળખાઈ. એમાંથી ફલિત થયું કે અખિલ વિશ્વના મૂળમાં એક સત’ કે ‘બ્રહ્મ' તત્ત્વ છે. તે જ દેહધારી જીવનવ્યક્તિમાં પણ છે. પંડિતજી મોટામાં મોટા વિચારને, ગૂઢતમ તત્વને વિશદતાથી સૂત્રાત્મક રીતે રજૂ કરી શકતા. અંગ્રેજી તો એ પાછળથી શીખ્યા. તેમની તાલીમ મૂળ સંસ્કૃત ગ્રંથોની. પણ સ્વાધ્યાય કેવો સતત અને ચિંતનગર્ભ વાંચેલું કંઠસ્થ થાય ને કંઠસ્થ થયેલું ચિન્તન દ્વારા વિશદ થાય, એમના પોતાના વિચારરૂપે પ્રકાશિત થાય. સો વરસ પૂરાં થવામાં વાર ન હતી ત્યાં એમણે વિદાય લીધી. પણ એકેએક ક્ષેત્રના વડીલો સ્મશાનમાં હાજર હતા અને એમના સહુનાં. મોં પર અનાથ બની ગયાનો એક આછો છૂપો ભાવ હતો. અઠવાડિયા પછી ભાષાભવનમાં એમને વિશે બોલતાં બોલતાં દર્શનનાં વિદષી પ્રો. એસ્તર સોલોમન રડી પડ્યાં ને બેસી ગયાં. પંડિતજી જતાં જાણે કે સામેથી એક શિખર અદશ્ય થઈ ગયું અને એના અંતસ્તલમાંથી વહેતું ઝરણું જુદી જુદી આંખોમાં ઠરી વળી પાછું વહી ગયું.