________________ 278 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 36, ચાબુક અને લગામ - જયેન્દ્ર ત્રિવેદી યૌવન એટલે શક્તિ અને સ્કૂર્તિ! મેઘાણીભાઈએ બે પંક્તિઓમાં જ એનો સાર આપી દીધો છે. “ઘરમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ, આણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” પણ ભારતનું યૌવન જ્ઞાન-વિજ્ઞાનના ઉપાસનાના ક્ષેત્રે કે રમતગમતના ક્ષેત્રે નામ કાઢી શકતું નથી તો અણદીઠેલી ભોમની તો વાત જ શું કરવી? લાઠીના ઘા કે છાતી પર ગોળીના ઘા ઝીલતું હતું તેને ક્યાં લૂણો લાગી ગયો છે? આપણા યુવકો પરદેશમાં જઈ વિવિધ ક્ષેત્રે કાઠું કાઢે છે પણ સ્વદેશમાં આળસુ અને એદી બનીને જ અકાળે વૃદ્ધ થઈ જાય છે એનું કારણ શું? જે લોકો શાળા-કૉલેજો અને છાત્રાલયો ચલાવે છે તેમણે આ બાબતમાં સહચિંતન કરવું જરૂરી છે. આપણી કેળવણીને આપણા વેપાર-ઉદ્યોગ, આપણી રાજનીતિ, આપણી ગરીબ પ્રજાના રોટી-કપડાં-મકાનના પ્રશ્નો સાથે સ્નાનસૂતકનો ય સંબંધ છે? કૃષિ અને વેપાર-ઉદ્યોગ વિકસે તો જ પ્રજા રોટી-કપડાં-મકાનની આશા રાખી શકે. સ્વતંત્રતા પછી દેશના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કેળવણીનું માળખું ગોઠવાયું જ નહીં. ચિંતન ઘણું થયું પણ એનો અમલ કરનાર દીર્ધદષ્ટિવાળા નેતાઓના અભાવે એ અભરાઈએ ધૂળ ખાતું રહ્યું. યૌવનને નવી નવી ક્ષિતિજો દેખાડનાર નેતૃત્વ રાષ્ટ્રને સાંપડયું જ નહીં. બ્રિટન પાસેથી કેળવણીનું માળખું આપણે લીધું. બ્રિટન એમાં જરૂરિયાત પ્રમાણે પરિર્વતન