________________ સબુક અને લગામ 279 કરતું રહ્યું પણ આપણે તો સ્થિરતાના જ પૂજારી. પરિવર્તનનો નિયમ આપણને સમજાયો જ નહીં. બ્રિટનની યુનિવર્સિટીઓ લોકાભિમુખ બનતી ગઈ અને આપણી યુનિવર્સિટીઓ લોકોથી દૂર ચંદનમહેલ જેવી બનતી ગઈ. ઈંગ્લેન્ડની મિડલસેક્સ યુનિવર્સિટીએ હમણાં ગાર્ડનિંગ” અંગે ડીગ્રી કૉર્સ શરુ કર્યો. કેસલ યુનિવર્સિટીએ ઘાસના બીડની સાચવણીનો પ્રશ્ન ઉકેલી આપ્યો. નદી સરોવરના પાણીમાં કારખાનાંઓ દ્વારા ભળી જતા તેજાબનું નિયમન કરવાનો પ્રોજેક્ટ શેફીલ્ડ યુનિવર્સિટીએ પૂરો કર્યો. રેડીંગ યુનિવર્સિટીએ રાષ્ટ્રના ધોરી માર્ગોની બન્ને બાજુએ કુલઝાડ ઉગાડવાનો પ્રોજેક્ટ હાથ ધરેલો. ફેકટરીઓએ ઠાલવેલા કચરાને પરિણામે સ્કોટલેન્ડની કેરન નદીમાંની સાલ્મન માછલીઓ મરવા માંડી. તરતજ સ્ટર્લિંગ યુનિવર્સિટીએ નદીને સાફ કરી સાલ્મન માછલીઓને જીવનદાન આપ્યું. આઈલ ઓવ મેનને કાંઠે દરિયાઈ ખોરાક ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ લીવરપુલ યુનિવર્સિટીએ પાર પાડ્યો. બર્મિંગહામ યુનિવર્સિટીએ શહેરના મકાનોની હાલતનો અભ્યાસ કરી કેવી જાતના રિપેરિંગની જરૂર છે તેનાં સૂચનો કાઉન્સિલને આપ્યાં. માન્ચેસ્ટર યુનિવર્સિટીએ વરસાદમાં બરફકણોના પ્રમાણની આગાહી માટેનું યંત્ર વિકસાવી આપ્યું. આ યાદી વિસ્તૃત છે. આ તો માત્ર બ્રિટનની વાત થઈ. દરેક વિકસિત દેશની યુનિવર્સિટીઓ આ કામ કરે છે ત્યારે આપણા દેશની યુનિવર્સિટીઓ શું કરે છે? વિદ્યાર્થીઓના થનગનાટ અને જિજ્ઞાસા વૃત્તિને ચાબુક મારીને ગતિશીલ બનાવનારા પ્રાધ્યાપકો છે કોઈ યુનિવર્સિટીમાં? આમ કરાય ને તેમ ન કરાય ના વિધિનિષેધોની લગામ પકડીને બેઠેલા પ્રાધ્યાપકોનાં વ્યાખ્યાનો સાંભળવા યુવક-યુવતીઓને | ટેકનિકલ જ્ઞાનના વિકાસ વગર કૃષિ અને ઉદ્યોગો વિકસી ન શકે. ગુજરાતનું સ્થાન ઉદ્યોગના ક્ષેત્રે બીજા નંબરે છે પણ ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું સ્થાન પ્રથમ સ્થાન ધરાવતા ચંડીગઢ કરતાં સુડતાલીસ આંક પાછળ છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જ નહીં, આસામ જેવું પછાત ગણાતું રાજ્ય પણ આ બાબતમાં ગુજરાત કરતાં ઘણું આગળ છે. ભારતના માન્ચેસ્ટર ગણાતાં અમદાવાદનો મિલ-ઉદ્યોગ કેમ ભાંગી પડ્યો? શેઠિયાઓ સમયની સાથે ન રહ્યા. ગઈ સદીઓની સંચાલન-પદ્ધતિ આ સદીમાં કામ ન લાગે તે તેમને સમજાયું જ નહીં. મૅનેજમેન્ટ પણ એક તાલીમ છે. એનું શિક્ષણ બહુ જરૂરી છે એ એમને ગળે ઊતર્યું ત્યારે નુકસાન થઈ ચૂક્યું હતું. તેઓ તો મિલની જમીન અને જૂની મશીનરી