________________ 280. અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વેચીને રોકડા કરી લેવામાં પડયા હતા. પરિણામે મિલો બંધ પડી. કારીગરો બેકાર બન્યા. બીજા દેશમાં યુનિવર્સિટીઓ આ ઘટનાનો અભ્યાસ કરીને રસ્તો દેખાડે. આપણા દેશમાં આ પ્રશ્ન યુનિવર્સિટીને સોંપાય તેવો વિચાર કોઈને આવે જ નહીં કારણ ખુદ યુનિવર્સિટીઓને ખબર નથી કે આવા પ્રશ્નો તો તેમણે ઉકેલવા જોઈએ. શિક્ષણનું માળખું સમયની માગ પ્રમાણે બદલાયું જ નહીં. આઝાદી પછી કેળવણીની દિશા બદલાણી હોત તો આપણું યૌવનધન પરદેશ ઢસડાઈ ન જાત. બ્રિટન-અમેરિકા સાથેના સંબંધો આપણે ઓછા કર્યા અને રશિયા તરફ આપણે ઢળ્યા. સમાજવાદનો પવન નેતાઓના મનમાં એવો ભરાયો કે બીજું કશું તેમને સૂઝયું જ નહીં. સમાજવાદનો વિચાર ખોટો નથી પણ તો તે પ્રમાણે કેળવણીનું માળખું બદલાવવું જોઈએ, એ ન થયું અને દેશ ઠાલાં સૂત્રોના સમાજવાદમાં સપડાઈ ગયો. રાજકારણીઓ અને નોકરશાહીએ મળીને દેશને સૂત્રોના ઘેનમાં સુવાડીને ખિસ્સા ભરવાનું શરુ કર્યું. રશિયા એની ભૂલોને કારણે તૂટયું અને આપણે પણ નહીં ચેતીએ તો તૂટી જઈશું. રાષ્ટ્રના ટુકડાઓ થઈ જશે. દેશનું યૌવન અરાજકતાના માર્ગે પગલાં માંડી જ ચૂક્યું છે. લગામ ખેંચીને એને પાછું વાળવાનો કોઈ પ્રયત્ન થતો નથી. - બ્રિટનના વેપારમાં ગુજરાતીઓનો ફાળો વધતો ચાલ્યો છે. બ્રિટને બસ્સો વર્ષમાં ભારતમાંથી જેટલું ધન લૂંટયું એનાથી અનેકગણું બ્રિટનના ભારતવાસીઓ પાછું મેળવી શકે તેમ છે પણ એમની વેપારી કુનેહને યુનિવર્સિટીઓએ વિકસાવી નથી. એ તો એમની પોતાની આવડત છે. આઝાદી પછી પહેલીવાર આપણે પ્રજાસત્તાક દિવસે બ્રિટનના વડાપ્રધાનને અતિથિ બનાવ્યા. હવે આપણી યુનિવર્સિટીઓએ બ્રિટનની યુનિવર્સિટીઓના વિદ્યાધરોને નિમંત્રાગવા જોઈએ અને પોતાનો કાયાકલ્પ કરવા માટેના સૂચનો માગવાં જોઈએ. પણ આપણી યુનિવર્સિટીઓ સાવ નજીવા પ્રશ્નોમાં કીમતી સમય વેડફી રહી છે. આપણી યુનિવર્સિટીઓની સેનેટ અને સિન્ડીકેટની કાર્યવાહીનો કોઈ વિગતે અભ્યાસ બહાર પાડે તો પ્રજાને ખબર પડે કે કેવા સામાન્ય માણસોના હાથમાં લોકશાહીના નામે આપણી વિદ્યાપીઠો જઈ પડી છે? આ વિદ્યાપીઠો આપણા યૌવનને પ્રોત્સાહિત કરી શકે તેમ છે જ નહીં. બુદ્ધ અને મહાવીરને માન આપતા આપણા નેતાઓએ આઝાદી પછી તરત જ અપરિગ્રહની ભાવનાના નાશની પ્રવૃત્તિ આદરી. વેપાર-ઉદ્યોગ પર