________________ 232 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત : એક અભ્યાસ રહસ્ય સમજાઈ જાય. જુદી જુદી પ્રભુની દેશનાઓમાં નાયોનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકમાં બોધ તથા જ્ઞાનના સર્વ વિષયો સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં હેમચંદ્રાચાર્યે સમાવ્યા છે. છંદ, અલંકાર વગેરે સહિત કાવ્યશાસ્ત્રની અને શબ્દશાત્રની દષ્ટિએ પણ આ મહાકાવ્ય અભ્યાસ કરવા યોગ્ય છે. એમાંથી જૈનધર્મ, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન પરંપરાનો ગહન પરિચય મળી રહે એમ છે. એમાં કવિના સમકાલીન ગુજરાતના જીવનનું પણ ઠીક ઠીક પ્રતિબિંબ જોવા મળે છે. કવિના મુખેથી કાળ પંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ આ મહાકાવ્ય કરાવે છે. આ ગ્રંથમાં સ્થળે સ્થળે પથરાયેલા કલ્યાણક મહોત્સવનાં આલંકારિક વર્ણનો, સમવસરણની રચનાઓનાં ચિત્તાલાદક વાર્ણનો, સેનાનીઓની યુદ્ધમેદાનો પર થતી ભૂહરચનાઓનાં અદભૂત વર્ગનો, સેનાઓના પ્રવાસોનાં યથાર્થ અને ઉત્તેજક વાર્ણનો વગેરે વાચતા હેમચંદ્રાચાર્યના અગાધ અને અપાર જ્ઞાનનાં દર્શન થાય છે. - આ ગ્રંથ કથાનુયોગનો ગ્રંથ છે. તેમ છતાં તેમાં ચરણ-કરગાનુયોગની અને દ્રવ્યાનુયોગની અનેક વાતો ગ્રંથાકારે ખૂબીથી વણી લીધી છે. વાચનારની જરાપણ રસક્ષતિ ન થાય તેની પૂરી કાળજી આ ગ્રંથના કર્તાએ રાખી છે. શાંતરસથી શૃંગારરસ સુધીના નવરસથી ભરપૂર આ ગ્રંથ સંસ્કૃત કથાગ્રંથોમાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ ગણી શકાય. આ ગ્રંથની જેટલી પ્રસંશા થાય તેટલી ઓછી છે. આ મહાન રચનામાં પ્રસાદ છે, કલ્પના છે, શબ્દનું માધુર્ય છે સાથે સરળતા અને ગૌરવ પાણ છે. જૈન સાહિત્યના પ્રકાંડ વિદ્વાન સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા આ ગ્રંથ વિષે લખે છે કે - “આ ગ્રંથ આખોય સાવૅત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોષનો અભ્યાસ થઈ જાય તેવી તેની ગોઠવાગ છે.' આ ઉપરથી હેમચંદ્રાચાર્યની આ કૃતિની મહત્તા સમજી શકાય છે. છત્રીસ હજાર શ્લોકની અગાધ કાવ્યશક્તિ અને વ્યુત્પત્તિથી ભરેલો આ ગ્રંથ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પોતાનું અજોડ અને આગવું સ્થાન ધરાવે છે. હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એક જ ગ્રંથ સિદ્ધ કરી શકવાને સમર્થ છે. હેમચંદ્રાચાર્યના કાવ્યસર્જનની મૂલવાણી વિનાને સંસ્કૃત સાહિત્યનો કોઈ પણ ઇતિહાસ અધૂરો રહે છે. કેવળ ઐતિહાસિક દષ્ટિએ જ નહિ, કેવળ