________________ 188 અમૃત મહોત્સવ સ્મૃતિ રે ચલચિત્રો, દૂરદર્શન, કેબલ ટી.વી, એમ.ટી.વી.ના કાર્યક્રમોમાંથી જીવનનું ભાઈ (!) મેળવતી આ પેઢીને કેમ સમજાવવું કે એમના ઘડતરકાળનો એમણે પૂરતો લાભ ઉઠાવ્યો નથી અને સાચું જીવનદર્શન કર્યું નથી! વિઘાથીકાળને જીવન ઘડતરના કાળ તરીકે ઓળખવામાં આવે છે કારણકે આપણા દેશમાં વિદ્યાથીઓ (મોટા ભાગના) ઉપર આપકમાઈ કરીને શિક્ષણ મેળવવાનું ભારણ નથી. વિદેશોમાં શાળા શિક્ષણ પૂરું કરીને ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીવર્ગે પોતાના પગ પર ઊભા રહીને મેળવવું પડે છે. સખત પરિશ્રમ દ્વારા ઉપાધિ આપબળે મેળવે છે અને એનું એમને ગૌરવ હોય છે, એની કિંમત પણ એઓ સમજે છે. એમના જીવનના આ સુવર્ણકાળમાં કામ કરતાં કરતાં ભણીને, જરૂરી પરિશ્રમ કરવાની વૃત્તિ (કામચોરી નહીં, જવાબદારી વિષેની સભાનતા, પરિપકવતા અને આત્મવિશ્વાસ કેળવી શકે છે. ભણતાં ભણતાં કૉલેજો ને યુનિવર્સિટીઓની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પોતાના વ્યક્તિત્વને ખીલવે છે. આપણે ત્યાં વેપારી વર્ગ અધદગ્ધ છે અને ખાસ ભાગેલો નથી, પણ કાળાધોળાં કરીને એ પુષ્કળ પૈસા કમાય છે એટલે ભણીને શું કામ છે? હું ભણ્યા વગર મારું ગાડું હંકારે છે એવી મનોવૃત્તિથી પીડાય છે ને એમાં ગૌરવ લે છે. વાસ્તવમાં ભણતર એટલે માત્ર ડીગ્રી નથી સમજવાનું. અત્યારે સિતારકો અને તારિકાઓનો પ્રભાવ બહુજન સમાજ પર છવાઈ ગયેલ હોવા છતાં જીવનની ગંભીરતાને સમજીને એકલવ્યની જેમ એકાગ્રચિત્તે અભ્યાસમાં મન પરોવનાર નાનો વર્ગ સદનસીબે હજુ છે. ચલચિત્રોના માઠા પ્રભાવથી કે એમ.ટી.વી. કે કેબલ પર રજૂ થતા ઢંગધડા વગરના કાર્યક્રમોથી પોતાને સભાનતાપૂર્વક બચાવતો એક વર્ગ છે. કદાચ આ વર્ગમાંથી ભવિષ્યમાં આપણને સારા લેખકો, વકીલો, સામાજિક કાર્યકરો, હિસાબનીશો, તબીબો વગેરે મળી રહેશે એવી આશા રાખીએ. મહાવીર જૈન વિદ્યાલયમાં એક સમૃદ્ધ પુસ્તકાલય પણ છે. પુસ્તકાલ એ મારી દષ્ટિએ મંદિર કરતાં પણ વધુ પવિત્ર સ્થાન છે. મંદિરોના પૂજારીઓ અને મંદિરોમાં વસતા ભગવાધારી સાધુ-સન્યાસીઓના ગોરખધંધાથી આપણે સહુ વાકેફ છીએ. સમાજમાં ઘણુંબધું અનિચ્છનીય વાતાવરણ ફેલાયેલું છે. જે હવા પ્રદૂષણ કરતાંય વધુ હાનિકારક છે. પણ પુસ્તકાલયોએ પોતાની પવિત્રતા જાળવી રાખી છે. કારણકે વિદ્યાર્થીવર્ગને પરીક્ષાર્થી બનાવતાં અટકાવવા માટે ગ્રંથપાલો પાસેથી માર્ગદર્શન મળી રહેતું હોય છે. ઉચ્ચશિક્ષણની સંસ્થાઓનાં