________________ 342 સહુની સાથે સમજાવટથી કામ કરવાની તેમની આવડત હતી. આમ જોઈએ તો, ઘડિયાળના નાનામાં નાના કળપુરાની જેમ સંસ્થાની સ્થાપના અને એને વિકાસમાં નાની ગણાતી વ્યક્તિથી લઈને મોટામાં મોટી ગણાતી વ્યક્તિનો ઉપયોગ અને હિસ્સો હોય છે. આ સ્થિતિમાં કોને યાદ કરીએ અને કોને યાદ ન કરીએ? છતાં ઉપકારીઓનું સ્મરણ તો કરવું જ જોઈએ. આ પ્રસંગે શ્રી હીરાલાલ મંછાચંદ શાહ, શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા, શ્રી પ્રસન્નમુખ સૂરચંદ બદામી, શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા, શ્રી બાલચંદભાઈ જી. દોશી, શ્રી કપુરચંદભાઈ નેમચંદ મહેતા પરિવાર, શ્રી રતિલાલ સી. કોઠારી, શ્રી જગજીવન પી. શાહ, શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા જેવી વિશિષ્ટ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યા વિના રહી શકાતું નથી. અનેક વ્યક્તિઓ જેનો અત્રે નામોલ્લેખ નથી તે સર્વેને પણ અમારા કોટિ કોટિ વંદન. સમયાનુસાર અસ્તિત્વમાં આવતી વિદ્યાલયની સમિતિઓની જે રચનાઓ થઈ તેમાં અનેક ધર્મપ્રેમી, શિક્ષણપ્રેમી વ્યક્તિઓ પોતાનું યોગદાન આપતી રહી છે. જ્ઞાનની જ્યોતને જનસામાન્ય સુધી પહોંચાડવી અને તેના દ્વારા સામા માણસના જીવનમાં ધર્મ અને શિક્ષણનાં બીજ રોપી સાચા ભારતીય સંસ્કારોને ગુંજતા કરવા તેની સાચી લગન પોતાને હૈયે ધરીને આ મહાનુભાવો આવ્યા છે. વર્તમાન સમિતિ પણ એ જ કંડારેલી કેડી પર પગલાં પાડીને રહી છે. કેટલાક પ્રસંગો એવા હોય છે કે એની સાથે કોઈ મહામૂલી ઘટના બને જ. ૧૯૫૮માં સંસ્થાનો હીરક મહોત્સવ ઉજવાયો તે પહેલાં સંસ્થામાં એક વ્યક્તિ એવી પ્રવેશી કે આગળ જતાં તો એ સંસ્થાના પાયાના પથ્થર સમાન લેખાવા લાગી. આવી ભેખધારી વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિની શિક્ષણ વિશેની માન્યતા છે કે શિક્ષણ જીવનનો પાયો છે અને સંસ્કૃતિ તેનું મંદિર છે. વિદ્યા સમાજનો મોભો છે અને વિદ્યાનું તેજ જીવનનું એક બળવત્તર તેજ છે જે માણસનો નકશો બદલી નાખવાની તાકાત ધરાવે છે. આવી વિચારશક્તિ ધરાવતી એ પરોપકારી વ્યક્તિ છે શ્રી જે.