________________ 90 શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિષ્ઠાતા સૂરિવરનું વંશ છેલ્લે, એક આનુષંગિક મુદ્દા તરફ ધ્યાન દોરીએ. “પ્રબંધમાં મુહૂર્ત નક્કી કરતી વેળા તેમજ પ્રતિષ્ઠાવિધિ થઈ ત્યારે એનો દિવસ વૈશાખ વદ 6 (માધવ માસ બહુલ પક્ષ 6) દર્શાવવામાં આવેલ છે. (પ્રતિમાલેખોમાં પણ એમ જ છે) જ્યારે 'પ્રબન્ધ'ની પ્રતને અંતે, કૃતિ ને રાજવલી-કોષ્ટક પછી, આ પ્રમાણે લખાણ મળે છે. “સં. 1587 ચૈત્ર વદિ 6 રવી શ્રવણનક્ષત્ર દો૦. કરમાકારિત: શત્રુંજયોદ્ધાર: ઉપાધ્યાયશ્રી વિનયમંડનસાહાધ્યાહુ ભટ્ટારક શ્રીવિદ્યામંડનસૂરિભિઃ પ્રતિષ્ઠિતા મૂલનાયકપ્રતિમા ઈતિ.” મારવાડમાં વૈશાખ વદ તે ગુજરાતમાં ચૈત્ર વદ થાય. અહીં ચૈત્ર વદ ગુજરાતની દષ્ટિએ છે એમ સમજીએ તો જ વિરોધ ન નડે. આ લખાણ પછી પ્રતિષ્ઠાની લગ્નકુંડલી આપેલી છે, જે નીચે મુજબ છે. ( 12 श આ લગ્નકુંડલી કયો મહિનો બતાવે છે તે જોવાનું રહે છે. સંદર્ભ સાહિત્ય આત્માનંદ પ્રકાશ, પુ. 21 એ. 6 તથા 10 - શ્રી જયવંતસૂરિ', મોહનલાલ દલીચંદ દેશાઈ. (જયવંતસૂરિકૃત) ઋષિદના રાસ, સંપા. નિપુણા દલાલ, 1975. જૈન ગુર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા. 1, સંગ્રા. મોહનલાલ દલીચંદ દેશાઈ, સંપા. જયંત કોઠારી, 1978. શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ, સંપા. મુનિ જિનવિજય, વિ.સં. 1973. (જ્યવંતસૂરિકૃત) શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ, 1978.