________________ 182 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ મોજ-શોખ હતા, પહેરવેશમાં અંગ પ્રદર્શન હતું. શરાબ વગેરેની પ્રધાનતા હતી અને પોતાના જ સ્વાર્થને પ્રાધાન્ય હતું. આ શિક્ષણથી જે સૌથી ખરાબ થયું તે હતું માનવ-માનવ વચ્ચેની ભેદરેખા. નવ-શિક્ષિત વર્ગ પોતાને ઉચ્ચસ્તરીય સમજી પોતાનાજ ભાઈઓ સાથે અતડો થવા લાગ્યો. પોતાનાજ વડીલ, ગ્રામવાસિયો તેને જંગલી, ગમાર, લાગવા માંડ્યા. તેઓની રહેણીકરણીમાં તેને ગંદકી દેખાવા લાગી. તેનું લક્ષ્ય ધનોપલબ્ધિ બની ગયું. યેન-કેના પ્રકારણ તે પૈસાના સંગ્રહને મહત્ત્વ આપવા લાગ્યો. અને પરિણામે શોષાગની વૃત્તિ જન્મી. નવશિક્ષિત ચાલાક બન્યો. નવા જ્ઞાનથી ભોળા લોકોને છેતરવા માંડયો. નવા કારખાનાંઓમાં ખેડૂત મજબૂર બની ચુસાવા લાગ્યો. ગામડામાં તે જમીનદારનો અને શહેરમાં અમીર માલિકોના શોષણનો ભોગ બન્યો. સમાજમાં અમીર ભોગવાદી સંસ્કૃતિ જન્મી. વધતા જતા ધને તેને ભોગતરફ પ્રેય. શરાબ-સુન્દરીની મહેફિલોમાં તે ભ્રષ્ટ થવા લાગ્યો. ધર્મ તેને ઢોંગ કે અફીણનો નશો લાગવા માંડ્યો. ધર્મ રૂઢિવાદ છે તેમ તે કહેતો અને મૂર્ખાઓના મનનો ભય માની તેમ હસી કાઢતો. પરિણામે વડીલો પ્રત્યેની આમન્યા નષ્ટ થઈ. બહેન-બેટીની મર્યાદા તૂટી. ગૃહલક્ષ્મી કલબની રાણી બની. ભારતમાતાની વાતો વેદિયાપણું ગણાવા માંડી. ભૌતિક સુખવાદ ચેપી રોગની જેમ ફેલાયો. આ ફેલાવો એટલો તો વધ્યો કે ભારતીયોના જ ભાગલા પડી ગયા. મહાન સંસ્કૃતિના શિક્ષણ પ્રત્યે સૂગ થવા લાગી. ઔદ્યોગિક ક્રિાંતિ અને સમાજવાદે જે થોડા ઘાણા સંસ્કારો હતા તે પાગ રહેંશ નાખ્યા. વિજ્ઞાનનાં સંશોધનના નામે એવાં યંત્રો વિકસિત થયાં જેનાથી સુખ તો મળ્યું પણ શક્તિક્ષીણતા વધી. વિજ્ઞાને દાવો કર્યો કે તેણે નવી શોધો કરી. પણ ઝીણવટથી આપાગે તપાસીએ તો આપણાં શાસ્ત્રો, ધર્મગ્રંથોમાં જે કલ્પવૃક્ષ, પુષ્પક વિમાન, અગ્નિ-જલ-શસ્ત્રો, સંજ્યદષ્ટિ વગેરેની વાતો આવે છે તે માત્ર કલ્પના નહોતી. ગૃહો-નક્ષત્રોની બાબત કે જેનધર્મમાં કરવામાં આવેલી આણુ-પરમાણુની વાત કલ્પના ન હતી. એ જુદી વાત એ છે કે તેનું અધ્યયન કરી પશ્ચિમી દેશોએ સુખ-સમૃદ્ધિને કારણે તે પ્રાચીન ઉલ્લેખને પ્રયોગાત્મક રીતે સિદ્ધ કર્યા પણ તેની સિદ્ધતામાં જનકલ્યાણ કરતાં સત્તાનાં આધિપત્ય અને એકચક્રી સત્તા ભોગવવાની વાસના જાગી. પરિણામે તે સંહારક અને વિનાશક શસ્ત્રો બનાવી વિશ્વસંહારક બન્યો. આજે માનવનો મોટામાં મોટો ભય યુદ્ધોનો ભય. માણસમાત્ર ધર્મ, સંપ્રદાય, ભાષા, રંગ અને અમીરી-ગરીબીમાં વહેંચાઈ ગયો છે. આ છે આજના શિક્ષણની ઉપલબ્ધિ!