________________ શિક્ષણ અને નૈતિકતા 181 ખેતી, લિપિ, યુદ્ધવિદ્યા વગેરે શીખવી લિપિનો આવિષ્કાર કરાવ્યો. ખેતીની પદ્ધતિ શીખવી, રક્ષણના ઉપાયો સમજાવ્યા અને ચિત્તની પ્રસન્નતા માટે 64 ક્લાઓ શીખવી. લલિતકળાઓ પણ જીવન માટે જરૂરી છે, માનવના વિકાસમાં મહત્ત્વપૂર્ણ છે તે સમજાવ્યું. જ્યારે માણસની સુધાતૃપ્તિ થઈ જાય છે પછી તેને ગુલાબ એટલે કલાત્મકતા પ્રત્યે આકર્ષણ જાગે છે. અને તેની પૂર્તિ આ વિવિધ કલાઓ દ્વારા થાય છે. તેમાં કાવ્યકલા કે સાહિત્ય એક મહત્વપૂર્ણ અંગ છે. આમ પરાપૂર્વથી આ સાહિત્યની ઉપાસના થઈ. ભારતીય સાહિત્ય અને શિક્ષણ માત્ર વ્યક્તિના હિત સુધી નહિ પણ પ્રાણીમાત્રના રક્ષણ સુધી વિસ્તર્યું. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સમસ્ત પંચાસ્તિકાયિક જીવોના રક્ષણની ભાવના પ્રસ્તુત થઈ, સવિશેષ જૈન સિદ્ધાંતોમાં જે ભક્ષ્યાભર્યાની ચર્ચા, રાત્રિભોજનનિષેધ, અષ્ટમૂળ ગુણોની ધારણા, બાર વત પાલનની વાત થઈ છે તેની પાછળ આ પ્રાણીરક્ષાની જ ભાવના પ્રબળ છે. સાથો સાથે શરીરના સ્વાસ્થ અને માનસિક સ્વાસ્થની ભાવના પણ રહેલી છે. વનસ્પતિમાં જીવ છે માટે તેનું રક્ષણ માનવ જેટલું જ મહત્વપૂર્ણ છે તેમ વર્ષો પૂર્વે જૈનદર્શનમાં કહ્યું. તેની સદીઓ પછી તેની પુષ્ટિ જગદીશચંદ્ર કરી અને આજે પર્યાવરણવાદીઓ તે સત્યને સમજ્યા. આમ જૈન દર્શન અને બધાં ભારતીય દર્શનોમાં આવા ઉલ્લેખ હજારો વર્ષ પૂર્વે થયા જ છે. આજે વિશ્વમાં અહિંસા (Non-Violence) અને પર્યાવરણની વાતો થાય છે અને જરૂરત અનુભવાય છે. આટલી લાંબી ચર્ચા કરવાનો કે પ્રાચીન શિક્ષણની મહત્તા સમજાવવાનો હેતુ એટલો જ છે કે આજે શિક્ષણ સ્વત્વવિહીન કે માનવતાવિહીન થતું જાય છે. પાશ્ચાત્ય રાજનીતિક પ્રભુસત્તાની સ્થાપના થયા પછી તેઓએ આ દેશ પર પકડ મજબૂત રાખવા માટે એવા શિક્ષણનો પ્રારંભ કર્યો જેનાથી લોકોને નોકરીની લાલચ મળી. એક એવો ભણેલો પણ હકીકતે અક્ષરજ્ઞાનધારી અને અમુક જ પ્રકારનું વ્યાવહારિક જ્ઞાન ધરાવનાર વર્ગ જન્મો જે પરંપરાગત કૃષિ વ્યવસાય, નિર્માણ કાર્ય છોડી રૂપિયાની લાલચમાં આવા શિક્ષણ પાછળ આકર્ષાયો. પરિણામે ગામડાંઓ તૂટવાં લાગ્યાં. કૃષિ અને ગ્રામ્યઆત્મનિર્ભરતા તૂટી. નવાં શહેરો અસ્તિત્વમાં આવ્યાં. પાશ્ચાત્ય શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાનનું શિક્ષણ નહિ પણ પોતાની સંસ્કૃતિનું શિક્ષણ આપી ભારતીય સંસ્કૃતિ પર કુઠારાઘાત કર્યો. ત્યાગમયી સંસ્કૃતિ પર ભોગવાદી સંસ્કૃતિનું આક્રમણ થયું એમ કહેવામાં ખોટું નથી. પશ્ચિમના એવા સંસ્કારોમાં ચારિત્રસ્મલન