________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 219 પણ, રાજાના પગ દાબવાનું કામ ન કરે, ભરતરાહક મંત્રી છે. રાજાને ઊંઘ આવે ત્યાં સુધી સંવાહક પગ દાબે પરંતુ, એના બાલકા રવભાવને કારણે મૂંગો રહી ન શકે ને વાતવાતમાં એવો પ્રશ્ન ઉઠાવે કે રાજાને પણ એના પ્રશ્નનો ઉકેલ ન સૂઝે ને રાજાની ઊંઘ ઊડી જાય. સંવાહક આથી સલવાય. એના માટે તો રાજાને ઊંઘ ન આવે ત્યાં સુધી પગ દાથે રાખવાની કંટાળાજનક ફરજ. આથી છૂટકારો મેળવવા સંવાહક પોતે જ પ્રશ્નનું નિરાકરણ શોધે ને એથી રાજાનું ચિત્ત પણ ઉકેલ સ્વીકારી વિચારતું અટકે અને રાજાને ફરી ઊંઘ આવવા લાગે ત્યારે અદકપાંસળિયા ને બોલકા સંવાહકને ફરી કોઈ નવી શંકા જાગે ને એ શંકા તે રાજા સમક્ષ પ્રગટ કરે, રાજાને પાણ થાય માળું આવું કેમ? રાજાને એનો જવાબ ન મળે તે પ્રશ્નનો કીડો ચિત્તમાં સળવળે ને રાજાની ઊંઘ ફરી હરામ થાય ત્યારે સલવાઈ પડેલો સંવાહક પોતે જ કોઈ રાજાને ગળે ઊતરે એવું કારણ શોધી કાઢે ને રાજાનું ચિત્ત ફરી શાંત થાય. આ પરિસ્થિતિ જ, આ જૂથનાં કથાનકોને પરસ્પર સાંકળે છે. વિતાળ પચીશી'માં પ્રશ્નગર્ભ કથાનકો સાંકળવાની જે કથાનકના માળખા, ભૂમિકાને આધારતંતુમાં અનુકૂળતા છે, તે પ્રકારની જ અનુકૂળતા અહીં છે. આ કુળનાં કથાનકો છેક આજ સુધીની લોકકથાઓમાં સંકળાતાં આવ્યાં છે : બાપુને પગ દાબનારો પૂછે - આવડો મોટો આભ ને થાંભલા વગર શીં રહે? ને જવાબ ન મળતાં બાપુ કહે - તું જ કે'. ને એનું નિવારણ થાય ને બાપ ઊંધવાના થાય કે પગ દાબનારો પૂછે - બાપુ, દરિયે આગ લાગે તો માછલાં કી જાય ? જવાબ ન સૂઝે ત્યારે બાપુ કહે - તું જ કે'. ને દાબનારો કહે - ઝાડવે ચડી જાય. બાપુ કહે - ખરું! આજે પણ વિવિધ સ્થળે કહેવાતી લોકકથાનાં મૂળ પ્રાકૃત ઉપદેશ પદના આ રોહાની કથામાં મળે છે તે પુરવાર કરે છે કેટલાં પ્રાચીન છે ! આ દષ્ટિએ પણ આ કથાનકો મહત્ત્વનાં છે. અહીં રાજા અને રોહક વિશેની વાતમાં જે પ્રશ્નોત્તર છે, રાજા પૂછે - શું વિચારતો હતો? ને ત્યારે રોહક કહે - વિચારતો હતો, તે આજ સુધી કહેવાતી બાપુ અને પગ દાબનારની લોકકથામાં પણ મળે છે - બાપુ કહે - કી કરો ? તો દાબનારો કહે - વિસાર કરાં. બાપુ પૂછે : વિચાર કી કરાં? તો દાબનારો કહે - બાપુ આવડો