________________ 24 ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન ધર્મનો ફાળો હતો. તેમની પાસેથી ગુલામોની માફક કામ લેવાતું, જ્યારે તેમને વળતર અતિ અલ્પ અપાતું. તેમને ધર્મશાસ્ત્રો ભણવાનો કે ત્યાગી બનવાનો અધિકાર નહિ, સમાજમાં ભળવાની કે સમાજની સેવા મેળવવાની તેમનાથી કલ્પના સરખી પણ કરાય નહિ. વર્ણવ્યવસ્થા સંબંધે આવી માન્યતા કે ભાવના, માનવ આત્માની એકતાની દષ્ટિએ કે તેનાં હૃદય તથા બુદ્ધિની સમાનતાની દષ્ટિએ અમાન્ય અને ત્યાજ્ય જ કહેવાય. આશ્રમવ્યવસ્થા ગમે તેટલી સારી હશે પણ મહાવીર વખતે તે વિકૃતિને વરી ચૂકી હતી. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ-એ ચાર આશ્રમોમાંથી પ્રત્યેક માણસે-ખાસ કરીને ઉચ્ચ ગણાતી બ્રાહ્મણ જાતિએ-પસાર થવું જ પડતું. બ્રહ્મચારી રહેવા ઇચ્છતા કોઈને બ્રહ્મચર્યનો ત્યાગ ન કરવો હોય તો તે સાધારણતયા તેમ કરી શકતો નહિ. તેની સામે વેદો, ઉપનિષદો કે સ્મૃતિગ્રંથો આવીને લાલબત્તી ધરી દેતા કે “પુત્ર વિના મરણ પામનારની સદ્ગતિ થતી નથી, પણ અવગતિ થાય છે, જો વંશવૃક્ષનો વિચ્છેદ કરવામાં આવે તો પિતૃઓનું તર્પણ કોણ કરશે?' ઇત્યાદિ. આ તો દેશના દૈનિક જીવનમાં દેખાતી અસંગતતાનો વિચાર થયો. પરંતુ ગૃહોનો ત્યાગ કરી, જંગલમાં જઈ દેહદમન કરનારા જટાધારી સાધુઓનો મોટો ભાગ જન્મ, જરા અને મરણનો પરિતાપ ટાળવા રૂપ આર્યઆદર્શને ભૂલ્યો હતો. માત્ર સ્વર્ગ કે ચક્રવર્તીપણું, અમુક સિદ્ધિઓ કે અમુક અભિલાષાઓ જ આદર્શરૂપે દેખાતાં. તેમને માટે તે તપ કરતા અને તેમને મેળવતા પણ. એથી જ કેટલાય ત્યાગીઓ તામસી વૃત્તિના જણાતા. તપશ્ચરણવિધિમાં અંતરાય પાડનાર પશુ, પક્ષીઓ કે માનવીઓ તેમની તેજ શક્તિનો ભોગ થયાનું આપણે સાંભળ્યું છે. આત્મજ્ઞાનના સાધનભૂત યોગવિદ્યામાં પણ હઠયોગ પ્રધાનતા ભોગવતો હતો અને હઠયોગથી સધાતી સિદ્ધિઓમાં તેઓ અટવાઈ જતા હતા. આમ સાત્ત્વિક વૃત્તિના સંવર્ધન માટે સાદું અને સંયમી જીવન સ્વીકારનાર સાધુઓ વાસ્તવિક રીતે તામસી કે રાજસી વૃત્તિમાં જ વીંટળાઈ રહેતા. આ ઉપરાંત દીર્ધનિકાયાદિ બૌદ્ધ ગ્રંથોમાં અને સૂયગડાંગાદિ જેનગ્રંથોમાં ભિન્ન ભિન્ન મતવાળાઓનાં વર્ણનો ખૂબ મળે છે. તે ઉપરથી જણાય છે કે તે દરેકનો અભિપ્રાય અલગ અલગ રહેતો. “નારી મુનિર્યચ માં ને મિનનું આવી રીતે સૌ પોત-પોતાની ચોકાબાજીમાં ફસાએલા નજરે