________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 2. પ્રભુ, તુજ શાસન અતિ ભલું - પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી પરમકૃપાળુ અરિહંત પરમાત્માને કેળવજ્ઞાન પ્રાપ્ત થયા પછી, પ્રારંભમાં જ અત્યંત મહત્ત્વનું કાર્ય તીર્થસ્થાપનાનું કરે છે. તેથી જ તેઓશ્રી તીર્થકર ભગવાન કહેવાય છે. ભગવાન ભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં સુરથમ તિથ્ય મા પાવય પવય 2 6 (To 230) માં તીર્થ શબ્દનો પ્રવચન એવો પણ અર્થ કરેલો છે. પ્રવચનનો આધાર સંધ હોવાથી સંધ પણ તીર્થ કહેવાય છે. જૈન શાસનનો મૂળ આધાર જેન પ્રવચન છે. આ દષ્ટિએ વિચારતાં, જૈન શાસનમાં જૈન પ્રવચનનું કેવું અત્યંત મહત્વનું સ્થાન છે તે સમજી શકાય તેમ છે. આ પ્રવચન સેંકડો વર્ષો સુધી મુખપરંપરાએ ચાલ્યું તે પછી મેધા મંદ થવાથી લખાવવાની પરંપરા પણ શરૂ થઈ. પ્રવચનને બરાબર સમજવા માટે નિર્યુક્તિ-ભાગ-ચૂર્ણિ-ટીકા આદિ વ્યાખ્યા ગ્રંથો પણ રચાતા ગયા. વાંચનમાં, સ્વાધ્યાયમાં આ ગ્રંથોનો પણ વ્યાપક ઉપયોગ શરૂ થયો. અત્યારે તો જિનપ્રવચનને બરાબર સમજવા માટે આ ગ્રંથો જ આધારભૂત છે. આ ગ્રંથો ભૂતકાળમાં ઘણા સમયથી લખવામાં તથા લખાવવામાં આવતા હતા. જેમ જેમ ગ્રંથોની પ્રતિલિપિઓ (કોપીઓ) તાડપત્ર કે કાગળ ઉપર થતી ગઈ તેમ તેમ કાળાંતરે વાચક તથા લેખક આદિની કલ્પના તથા ભૂલ આદિના કારણે પાઠભેદો તથા અશુદ્ધ પાઠો પણ થવા લાગ્યા. એટલે આપણે શુદ્ધ પાઠો અને શુદ્ધ અર્થો જાણવા હોય તો બને તેટલી પ્રાચીન - અતિપ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ મેળવવી જોઈએ. કોઈવાર પ્રાચીન શુદ્ધપ્રતિઓના