________________ 10 તમસો માં જ્યોતિર્ગમય અટકાવવા તનતોડ પ્રયત્ન કરી રહ્યું છે. અમેરિકા જેવી જ હાલત ટૂંક સમયમાં ભારતની થવાની છે, કેમ કે ચીનની જેમ પાકિસ્તાન પણ પૂરજોશમાં ભારતમાં કેફી દ્રવ્યો ઘુસાડી રહ્યું છે. ગામડે ગામડે, સ્કૂલે સ્કૂલે, કૉલેજના બારણે બારણે બધે જ હવે તો સહેલાઈથી કેફી દ્રવ્યો મળે છે. એક દિવસ ભારતીય સેનાનો એવો સમય આવશે કે ભરતી થનાર કોઈ યુવાન શોધો નહિ જડે. આ દેશના જુવાનો હાલ સાવ બેકાર અને નવરા બેઠા છે. એટલે નવરા બેઠા શું કરે? નીચલો હોઠ તાણીને દાંત અને હોઠ વચ્ચે ચપટી કળીચૂનો અને તમાકુ દબાવીને ચૂસ્યા કરે છે. ગર્દ, બ્રાઉન સુગર અને હેરોઈનનો ઉપયોગ કરે છે. બે ચાર પેગ જેટલું ચોખ્ખું પ્રવાહી બાટલીમાંથી કાઢીને પીએ છે કેમ કે નોકરી તો મળવાની નથી. શરીર કશા કામમાં આવવાનું નથી. મર્યા પછી પણ જે આગ જ ચાંપવાની હોય તો કીડની, ફેક્સાં, હૃદય, બ્રેઈન કે બ્લડને સાચવીને શું કરવાનું? એના કરતાં તો બહેતર છે કે વ્યસનો સેવવાં અને જે શરીરને અંતે બાળી નાખવાનું છે તેને ધીરે-ધીરે આજથી આગ ચાંપવાનું શરૂ કરી દેવું જેથી છેલ્લે થોડાંક લાકડાં તો બચે! આ તમામ વાતો અને ઘટનાઓ આપણને અંધકાર તરફ લઈ જનારી છે અને આપણે તેમાંથી પ્રકાશ તરફ જવાનું છે. વિદ્યા એટલે જ્ઞાનનો સૂર્ય જે અજ્ઞાન અને અનર્થોના અંધકારને દૂર કરી શકે છે. ચાલો, આપણે આવા જ્ઞાનભાસ્કર તરફ વળીએ અને સાથે મળીને બોલીએ, પ્રભુને પ્રાર્થીએ તમસો માં ચોતિમય, અમને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ. ઈશ્વર સહુને બુદ્ધિ આપે! * * *