________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ કેમેરા, બૅડમિંટનના રેકેટો, રબ્બરની રીંગો, મિમિક્રી, ફિલ્મી તર્જે, મલમલ કે ચામડાના ઝકન અને છેલ્લે દારૂના બાટલા અને પીધા પછી ચાલુ થતા વાનરવેડા આ બધું જોઈએ તો કોઈ વિદ્યાથી હોય એમ ન લાગે, જાણે મવાલીઓનું ટોળું ભેગું થયું અને ધિંગામસ્તી ચાલતી હોય એવું લાગે. ઘરમાં ખાવાના ફાંફાં હોય. મા-બાપ મજૂરી કરીને મરી જતાં હોય અને દીકરાઓ બનીઠનીને તૈયાર થઈને પિકનિકો મહાલતા હોય છે. ઘણા યુવાનો આવી મોજમજાહ માટે ઘરમાં પૈસા દાગીનાથી માંડીને વાસણ સુદ્ધાંની ચોરીઓ કરતા હોય છે. વિદ્યાથીંગણને ખાસ ભલામણ કરવાનું મન થાય છે કે તમે આવા ફેશન - પરસ્ત ન બનશો. જીન્સનું પેન્ટ, લુઝ શર્ટ, સ્પોર્ટ શુઝ આવી જવાથી કંઈ સ્વર્ગ નથી મળી જતું. આખી દુનિયામાં પ્રખ્યાત થઈ જનારા માણસ ગાંધીજી પાસે લાકડી અને પોતડી સિવાય કશું જ ન હતું. છતાંય વિદેશીઓએ જેના પર ફિલ્મ ઉતારી છે, નામ આપ્યું છે “ધ ગાંધી'. આ ગાંધીજી તમારી જેમ મેઈકઅપ અને ફેશનમાં પડયા હોત તો આઝાદી ન લાવી શક્યા હોત. સાબરમતીના સેવાગ્રામ આશ્રમમાં બાપુના જન્મથી માંડીને મરણ પર્યન્તના ફોટોગ્રાફ મૂક્યા છે. ગોળી વાગ્યા પછી એમની સ્મશાનયાત્રાનું દશ્ય છે, અને સૌથી છેલ્લે ભૌતિક સમૃદ્ધિનો ફોટો છે. એ ફોટામાં લાકડી, ચશ્મા અને થુંકવાના વાડકા સિવાય કશું જ નથી. કેવી સાદાઈથી એ જીવ્યા હશે, એનો વિચાર કરશો અને જીવનને ફેશનથી મુક્ત બનાવી સાદગીયુક્ત બનાવશો. ફેશન પછીનું ચોથું પ્રદૂષણ છે વ્યસનનું. આજે ઘણા વિદ્યાર્થીઓ વ્યસનના પંથે ચડી ગયા છે. થોડાંક વર્ષો પૂર્વે ચીને અમેરિકામાં કેફી દ્રવ્યો ઘુસાડી દીધાં. અમેરિકન યુવા - આલમમાં ગઈ, બ્રાઉન સુગર, હેરોઈન વગેરે બેફામ રીતે ફેલાવી દીધાં. એનું પરિણામ એટલું ખતરનાક આવ્યું કે અમેરિકન લશ્કર ફોજમાં આજે કોઈ યુવાનો ભરતી થવા તૈયાર નથી. આજે અમેરિકાએ ઈરાક સાથેના યુદ્ધમાં લાખો સૈનિકો ગુમાવ્યા. પણ નવી ભરતી માટે કોઈ યુવાનો મળતા નથી, કારણ કે બધાજ પાકા બંધાણી થઈ ગયા છે અને સૈન્યમાં કેફી દ્રવ્યોના બંધાણીને પ્રવેશ નથી. અમેરિકા હવે આ કેફી દ્રવ્યોને દેશમાં ઘૂસતા