________________ શ્યામ અંગેઓનો દેશ 309 પોતાની માતૃભાષામાં વિચારવાનો, બોલવાનો, ગાવાનો લખવાનો, મજાક મશ્કરી કરવાનો એને હકક છે. એ હક આપણાથી કેમ છીનવી લેવાય? ઘરમાં માબાપ સાથે પણ માતૃભાષામાં નહીં બોલવાનું, એવો દૂર આદેશ જે શાળામાંથી મળતો હોય ત્યાં એને મોકલવાનું પગલું શબ્દાતીત મૂર્ખતાથી ભરેલું છે એ આપણે ક્યારે સમજીશું? મનોવિકાસ અને ભાષાનું જ્ઞાન અનિવાર્ય રીતે સંકળાયેલાં છે. આપણે જે ભાષાસંકર પ્રજા ઉત્પન્ન કરી રહ્યાં છીએ તેને જીવનની શરૂઆત કેટલી ખોટી રીતે, કેવી દરિદ્રતામાં કરવી પડે છે તે તો જરા વિચારો! નાનું બાળક પોતાની આસપાસનું જગત જુએ છે અને સમજવાની કોશિશ કરે છે ત્યારે પહેલાં તો ઈન્દ્રિયગ્રાહ્ય જ્ઞાન તે મેળવે છે પરંતુ એ જ્ઞાન ચિરસ્થાયી કરવા તેમ જ એનું આદાનપ્રદાન કરવા અને ભાષાની જરૂર પડે છે. હાલ તો કે.જી. કરતાં પહેલી 'પ્લેપેન કે પછી પ્લેગ્રુપ”ની કેદ શરૂ થઈ જાય છે. તેમાં બંદી બનેલાં ભારતીય બાળકો કેવી કૃત્રિમતાથી જીવનનું પ્રભાત ઉઘડતું જુએ છે! ઘરમાં અને શાળામાં તદ્દન અલગ વાતાવરણ, અલગ ભાષા, અલગ વ્યવહાર એનો તેમના કુમળાં મગજ પર કેવો પ્રભાવ પડે? તેઓનું માનસ કેટલું અસ્વસ્થ અને અસ્તવ્યસ્ત થઈ જાય? આ રીતે જે શિક્ષાગની શરૂઆત થઈ હોય તે શિક્ષણ સંપૂર્ણ માનવ બનવામાં કેટલું સહાયભૂત થાય? વળી જે ઘરમાં અંગ્રેજી વાતાવરણ હોય અને બોલીથી માંડીને રહેવાની ઢબછબ બધું એકસરખી રીતે પશ્ચિમનું જ હોય તે ઘરનાં બાળકોને શાળા અને ઘરના સાંસ્કૃતિક પ્રવાહો અલગ અલગ ન લાગે અને તેઓનું શિક્ષણ ઠીક ઠીક ઝડપે આગળ વધે એ માનવું પડે. પણ ભારતીય મહાસાગરમાં આવા અંગ્રેજી ટાપુઓ કેટલા ? એ વધારવાથી આપણને સમગ્રપણે જોતાં કેટલો લાભ? આવાં કુટુંબોનાં બાળકોનું મુખ્ય ધ્યેય હોય છે અમેરિકા જઈ ત્યાં જ સ્થાયી થવાનું. એ સ્વપ્ન કેવું છે એ વિચારવાનું અત્રે અપ્રસ્તુત ગણીએ તો પણ એ વાત તો નક્કી કે શસ્યશ્યામલાના શબ્દોચ્ચાર સાથે તેમનાં રંવાડાં ઊભાં થતાં નથી. માતા, પિતા, કુટુંબ, સમાજ, દેશ વગેરે શબ્દોના અર્થ તેઓ જાણે છે, પણ એમના અર્થ આપણા અર્થ કરતાં જુદા છે. એમના કવિઓ જુદા છે, એમના મંત્રદ્રષ્ટા જુદા છે, તેથી જીવન પ્રત્યેનો અભિગમ પણ જુદો જ છે અદ્યતન અંગ્રેજી શાળામાં ભણેલા એક વૈષ્ણવ બાળકને જન્માષ્ટમી