________________ 308 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ ઉદય આ સદીઓથી દુ:ખ સહેતા આવેલા દેશમાં જે રીતે થયો છે તેનાથી જ આપણી રાષ્ટ્રીયતાની જ્યોત ઝંખવાવા માંડી છે અને જે આપણે હજીયે - નહીં જાગીએ તો એ બુઝાઈ જશે એ નિર્વિવાદ છે. અને એ શક્યતા જ મને અસ્વસ્થ કરી મૂકે છે. બાકી અંગ્રેજી ભાષાના અધ્યયન-અધ્યાપનમાં મેં પણ વીસ વરસ ગાળ્યાં છે, એ ભાષાને ચાહી છે, યત્કિંચિત્ લેખન દ્વારા એના વિશાળ મહાસાગરમાં બેચાર બિંદુ ઉમેરવાનો પ્રયત્ન પણ કર્યો છે, એમ છતાં મારે કહેવું પડે છે ... આપણને સાંસ્કૃતિક દેવાળાની દિશામાં ધકેલતી આ અંગ્રેજી ભાષાની મોહગ્રન્યિમાંથી આપણે છૂટવું પડશે. અંગ્રેજીની તરફેણમાં નોંધેલી બધી શિષ્ટ દલીલો ઉપરાંત એક દૂર વાસ્તવિકતા એ પણ છે કે અંગ્રેજીની જાણકારી આપણા અર્થોપાર્જનનું સાધન બની છે. અંગ્રેજી ન જાણનાર વ્યકિતની સામે ફટોફ્ટ વસાઈ જતાં બારણાંની સંખ્યા અપાર છે. તેને માટે ભાગ્યે જ કોઈ મહત્ત્વાકાંક્ષા શેષ રહે છે. અને આ વાત આપણે અભણ તથા દરિદ્ર વર્ગના ધ્યાન બહાર નથી. તેથી જ એક વખત એક રોજિંદી મજૂરી કરી પેટ ભરનાર બાઈને હું સમજાવતી હતી કે તેણે પોતાના પુત્રને કોન્વેન્ટમાં દાખલ ન કરવો જોઈએ ત્યારે એણે તીવ્ર કટાક્ષપૂર્ણ સ્મિત કરીને કહ્યું હતું. કેમ? તમારાં છોકરાં જ સાહેબલોક થાય, એમ?” વાત એની સો ટકા સાચી હતી. લજ્જિત થઈને નીચું જોઈ જવા સિવાય બીજું હું શું કરી શકું? આપણાં બાળકોને સંસ્કાર-સમૃદ્ધ કરવા નહીં પણ અર્થોપાર્જનની એમની ક્ષમતા વધારવા જ આપણે અંગ્રેજી બાલમંદિરોમાં ધકેલી દઈએ છીએ ને? બાકી લંડનબ્રિજ પડે કે ન પડે એમણે શા માટે પોતાના જગતથી તદન બહારની વાતો અને વસ્તુઓ સાથે સંબંધ ધરાવતાં જોડકામાં ગોખવાથી વિદ્યાયજ્ઞની શરૂઆત કરવી પડે? હાલમાં જ એક આઠ વર્ષના, અત્યાર લગી અસ્પૃશ્ય ગણાતી કોમના બાળકે પરીક્ષાના ડરથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી એ તમે વાંચ્યું હશે! માબાપ તો શું આખા પરિવારમાં, સગાસંબંધીમાં, મિત્રવર્તુળમાં કોઈ જ અંગ્રેજી જાણતું ન હોય તેવા એક અસહાય બાળકે અંગ્રેજી માધ્યમની શાળામાં જે મનોયાતના વેઠી હશે તેની કલ્પના કરી શકો છો? છતાં એની માએ પણ મારો દીકરો ‘સાહેબલોક' બને એવી ઇચ્છાથી જ એને અંગ્રેજી શાળામાં મૂકો હશે ને? એનો વાંક કેમ કઢાય? વાંક તો આપણો છે કે આપણે આવા ખોટાં મૂલ્યો ઊભાં કયાં. બાળક ઝાડુવાળાનું હોય કે લક્ષાધિપતિનું બાળક એ બાળક છે. એની