________________ 258 કોકે કરવું પડશે. કોકે કલશરૂપે પ્રાસાદે, કોકે મિટ્ટીરૂપે બુનિયાદે, વિશ્વસૌખનું ભવન ભલા રચી જાવું પડશે અહીં, - કોક. તારે પાયે ગૃહકૂલ ફૂટશે સૌ સૌનું પછીથી કરી છૂટશે આજ કસોટી પરે ચઢી છે તારી પ્રેમ સગાઈ. - કોક. - ઉશનસ્ “પ્રસૂન” (પ્રથમ આવૃત્તિ, 1955) : કાવ્યાંક-૭૦ : પૃષ્ઠ-૮૪ અંતર નાદ આ ગીત આસ્વાદતાં, રવીન્દ્રનાથનાં બે સુખ્યાત ગુજરાતી અનુવાદગીતો સાંભરી આવે. કારણ કે આ ગીતની પૂર્વભૂમિકામાં પડેલાં છે. યુગબળની પ્રેરણાથી તે રચાયાં છે. રવીન્દ્રનાથના ગીતોનો અનુવાદ મહાદેવ દેસાઈએ સહજસુંદર સ્વરૂપે કરેલો છે. એ ગીતોની પ્રથમ પંક્તિઓ આ રહી: બંગાળી છટાસહિત. 1. ‘તારી જો હાક સુણી કોઈ ના આવે તો, એકલો જાને રે.' 2. ‘તારાં સ્વજન તને જાય મૂકી તો, તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.” બન્ને ટાગોરી ગીતો પરસ્પર પોતાની રીતે ભાવભંગિ અને રજૂઆતદષ્ટિએ જોડકાં ભાંડુ સમાં સહિયારાં ભાસે છે. વિશ્વના પરમ શ્રેય અર્થે શહાદતનો માર્ગ અને તેનું કોઈ આદર્શવાદીને સમર્પિત થવાનું આવાહન એવો ઉલ્ય ગીતોનો કુલ ભાવાર્થ નીપજી આવે. તેની તત્કાળ પ્રેરણા ભારતના સ્વાતંત્ર આંદોલન અંગેના ઉલ્બોધનની છે. મહાદેવભાઈના આ ગુજરાતી અનુવાદો એવા તો ગુજરાતી વાણીમાં આત્મસાત થયેલા છે કે તે ગીતો ગુજરાતી કવિતાનાં પોતીકાં થઈ પડ્યાં છે. તેમાં એ યુગની મહાન ભાવનાનો પ્રભાવક સાદ સંભળાય છે. તેથી તે ત્યારે અને આજે યે સંસ્કારસંવેદનશાળી જનોનાં માનીતા બનેલા છે. કવિ ઉશનસ્ છે અનુગાંધીયુગના ફરજંદ. સહજ છે કે તે યુગભાવનાથી