________________ શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની ભૂમિકા 169 અમેરિકા જેવા કેટલાક દેશોમાં સામાજિક સંસ્થાઓ અને ખાનગી ટ્રસ્ટી જે રીતે સંશોધનોને પ્રોત્સાહન આપે છે તેનાં થોડાં ઉદાહરણો નોંધીએ. - અમેરિકાના રૉકફેલર ફાઉન્ડેશને દુનિયાના ગરીબ દેશોની અનાજની તંગી નિવારવાના ઉદ્દેશથી સંકર બિયારણના સંશોધન માટે સહાય કરી હતી. બૂકિંગ ઈન્સ્ટિટ્યૂટે દુનિયાના અલ્પ-વિકસિત દેશો માટે અમેરિકાએ કેવી વેપારનીતિ અપનાવવી જોઈએ તે વિશે સંશોધન લેખ તૈયાર કરવા માટે ઈંગ્લેન્ડના એક અર્થશાસ્ત્રીને નોતર્યા હતા. અમેરિકાની યુનિવર્સિટીઓના નાણાકીય પ્રશ્નોની સમીક્ષા કરી તેના ઉપાયોની ચર્ચા કરવા માટે એક સંસ્થાએ એક અધ્યાપકને કેટલાક મહિનાઓ માટે રોકયા હતા. અમેરિકાના પ્રસિદ્ધ ફોર્ડ ફાઉન્ડેશને ભારતમાં અનેક શિક્ષણ સંસ્થાઓને વિશિષ્ટ હેતુઓ માટે ગ્રાન્ટ આપી હતી. ૧૯૬ભા અરસામાં ભારતની અન્ન સમસ્યાનો અભ્યાસ કરીને તેના ઉકેલના માર્ગો સૂચવવા માટે તેણે નિષ્ણાતોની એક સમિતિ ભારતમાં પોતાના ખર્ચે મોકલી હતી. દેશમાં 1966 પછી અનાજના ઉત્પાદનમાં ઝડપથી વધારો થયો તેમાં એ સમિતિએ સૂચવેલી બૂહરચનાએ મહત્ત્વનો ફાળો આપ્યો છે. સંશોધન દ્વારા માનવીને વધુ સારી સ્થિતિમાં મૂકતું ઐહિક શિક્ષણ એક વિધાયક માનવીય મૂલ્ય ધરાવે છે એ મુદ્દો આપણા ધ્યાનમાં આવ્યો નથી. ઉપર જે દાખલા આપ્યા છે તેમાં અમેરિકાનાં ફાઉન્ડેશનોની ત્રીજી દુનિયામાં વસતા ગરીબો માટેની નિસબતને જોઈ શકાય છે. એ જ રીતે સંશોધનને વરેલો અધ્યાપક સભાનપણે કદાચ માનવજાત પ્રત્યેની હમદર્દીધી પ્રેરાઈને સંશોધન નહિ કરતો હોય. તે જ્ઞાનને ખાતર જ સંશોધનકાર્યમાં ડૂબેલો રહેતો હોય કે પોતાની કારકિર્દી બનાવવા માટે જ સંશોધન કરતો હોય એવું બને, પરંતુ તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, આજે નહિ તો કાલે, માનવીને વધુ સારી સ્થિતિમાં લઈ જઈ શકે એવું જ્ઞાન મેળવવામાં સહાય મળે છે. જેને આપણે નૈતિક કે ધાર્મિક મૂલ્યો કહીએ છીએ તેનો અંતિમ ઉદ્દેશ તો આખરે સર્વે સુખી થાય તે જ છે. આ ઐહિક પરંપરા આપણને પહોંચી નથી તેનાં બેત્રણ પરિણામો આપણી શિક્ષણપ્રથા અને શિક્ષણવિષયક વિચારણા માટે આપ્યાં છે. (1) જ્ઞાનની આપણી વિભાવના ઘાણી સંકુચિત રહી છે. આપણે બહુશ્રુતતાને જ વિદ્વત્તા સમજીએ છીએ. તેથી આપણે ત્યાં અધ્યાપકો સામેની