________________ અમૃત મહોત્સવ સ્મૃતિ 7. ક્રાંતિદ્રષ્ટા આચાર્ય - કુમારપાળ દેસાઈ જગતની વ્યક્તિઓ બહુધા સ્વકેન્દ્રી હોય છે અને તે માત્ર પોતાની જાતને અને જીવનને જ જોતી હોય છે. બાકીની થોડીક વ્યક્તિઓ પોતાની આસપાસના સમાજને જોઈ શકતી હોય છે. એથીય વિરલ વ્યક્તિઓ સમાજવી ઊંચે રાષ્ટ્ર કે વિશ્વને જોતી હોય છે. કેટલાક માત્ર વાદળાં જ જુએ છે, આખું આકાશ આંખમાં ભરીને આવતીકાલને જેનારા કાંતદ્રા તો સમગ્ર યુગમાં એકાદ-બે જ હોય છે. આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. વર્તમાનની પેલે પાર ભવિષ્યનું જોનારા અને વિચારનારા વિરલ યુગદ્રા વિભૂતિ હતા. એક બાજુ સાંપ્રદાયિકતાની દીવાલો વધુ ને વધુ સાંકડી કરવામાં આવતી હોય, ક્યાંક ધર્મને નામે રૂઢિચુસ્તતા પોષાતી હોય અને ક્યાંક ધર્મના ઓઠા હેઠળ અનેક વિઘાતક પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે યુગ પારની વૃતિ ઝીલનારને અનેક યાતના, વિટંબાણી અને અવરોધ વેઠવા પડે છે. ખાબોચિયામાં પોતાની જાતને બાંધીને સ્થિતિ કે પરિસ્થિતિ સામે આંખ મીચામણાં કરી એક તસુ પાસ આઘાપાછા નહીં થવા માગનાર સમાજ જ્યારે સાગરની વિશાળતા જુએ ત્યારે શું થાય? બંધિયાર કૂવાની ફૂપમંડૂકતામાં જીવનારને પર્વત પરથી કલકલ નિનાદે રૂમઝૂમ ઝરણાંની મસ્તીનો ક્યાંથી ખ્યાલ આવે? રૂઢ માન્યતા, ભવ્ય ને ભીરુતા, ગતાનુગતિક વિચારધારા અને નકારાત્મક અભિગમ ધરાવતો સમાજ કઈ રીતે ક્રાંદ્રષ્ટાની દષ્ટિના તેજને ઝીલી કે જીરવી શકે ?