________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ આપ્યાનું જણાવ્યું છે! કનુભાઈ શેઠે, વળી, વિનયમંડનને વિવેકધીર અને જયવંતસૂરિ એ બે શિષ્યો હોવાની વાતને જયવંતસૂરિએ રચેલી કાવ્યપ્રકાશટીકા'ની પ્રશસિનું સમર્થન છે એમ કહ્યું છે. 'કાવ્યપ્રકાશટીકા' જયવંતસૂરિની રચેલી નથી, ગોપાલ ભટ્ટની રચેલી છે ને જયવંતસૂરિએ એની પ્રત લખાવીને જ્ઞાનભંડારમાં મુકાવી છે એ એક જુદી વાત છે પણ અહીં જે પ્રસ્તુત છે તે વાત એ છે કે પ્રતની લેખિકા ધર્મલક્ષ્મીની પ્રશસ્તિમાં વિવેકથીરનું નામ જ નથી. જયવંતસૂરિ વિનયમંડનના શિષ્ય હોવાનો જ ઉલ્લેખ છે. એમ લાગે છે કે હકીકતોને ચકાસીને મૂકવાનું કોઈથી બન્યું નથી. હવે આ વંશવૃક્ષમાંથી જે કોયડાઓ ઊભા થાય છે તે આપણે જોઈએ. સૌપ્રથમ તો 'પ્રબંધ'નો જે ઐતિહાસિક સારભાગ જિનવિજયે આપ્યો છે તે એમણે આપેલા વંશવૃક્ષથી કેટલુંક જુદું કહે છે. જેમકે વંશવૃક્ષમાં વિવેકમંડનને વિદ્યામંડનના અને વિવેકધીરને વિનયમંડનના શિષ્ય બતાવ્યા છે, ત્યારે સારભાગમાં (પૃ. 60) બન્નેને વિનયમંડનના શિષ્ય ગણાવતાં એમ લખ્યું છે કે હિંદીમાંથી અનુવાદ) “સૂત્રધારોને નિર્માણકાર્યમાં યોગ્ય શિક્ષા આપવાને માટે પાઠકવર્થે વાચક વિવેકમંડન અને પંડિત વિવેકધીર નામક પોતાના બે શિષ્યોને નિરીક્ષકને સ્થાને નિયુક્ત કર્યા.” પાઠકવર્ષે એટલે વિનયમંડને. એ જ ત્યારે શંત્રુજય પર હતા. વિદ્યામંડન તો સૂરિ હતા. આગળ જતાં, વળી, વિવેકબીરને વિદ્યામંડનસૂરિના શિષ્ય ગણાવ્યા છે. “શ્રી વિદ્યામંડનસૂરિની આશા મસ્તકે ધારણ કરી એમના વંશવતી શિષ્ય વિવેકધીરે સંઘનાયક શ્રી કર્મા શાહે કરેલા મહાન ઉદ્ધારની આ પ્રશસ્તિ રચી.” (પૃ. 66) સમાધીરને વંશવૃક્ષમાં વિવેકબીરના શિષ્ય કહ્યા છે, પણ સારભાગમાં એવી કશી ઓળખ નથી. ત્યાં તો વિવેકપંડન અને વિવેકબીરના ઉલ્લેખ પછી આવી હકીકત મળે છે, “એમને માટે શુદ્ધ - નિર્દોષ આહારપાણી લાવવા માટે ક્ષમાધીર વગેરે મુનિઓને રાખ્યા.” (પૃ. 60). સારભાગમાં રત્નસાગર અને જયમંડનનો પણ છમાસી તપ કરનાર મુનિઓ તરીકે ઉલ્લેખ છે પણ એ કોના શિષ્ય હતા એનો નિર્દેશ નથી. વિદ્યામંડન અને વિનયમંડન ધર્મરત્નસૂરિના શિષ્યો હોવાનું સારભાગમાં સ્પષ્ટ કથન છે અને સૌભાગ્યરત્નને વિદ્યામંડનસૂરિના શિષ્ય પરિવારમાં એમની સાથે શત્રુંજય આવતા વર્ણવ્યા છે એટલે આટલી હકીકત વંશવૃક્ષ સાથે મળતી આવે છે. ‘શંગારમંજરી'ના કર્તા જયવંત પંડિત (કે સૂરિ) વિનયમંડનના