________________ 44 અમૃત મહોત્સવ સ્મૃતિ વાં હતા કે મોક્ષની પ્રાપ્તિ મનુષ્ય શરીરમાં જ થઈ શકે છે અને તે આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. આનંદનું જીવન હવે બીજાઓ માટે પણ અનુકરણી હતું. પોતાની જીવનયાત્રા પૂરી થવા આવી એની આગાહી થતાં એમાણે અનશન કરવાનો નિર્ણય લીધો. પૌષધશાળામાં તેઓ દર્ભની પથારીએ પોઢયા હતા. ગણધર ઇન્દ્રભૂતિને જાણ થઈ કે ભગવાન મહાવીરના ગૃહસ્થશિષ શ્રમણોપાસક આનંદ અનશન કરે છે એટલે એમને મળવા ગયા. એમણે જોયું આનંદના મુખ ઉપર તપનું તેજ ચમકતું હતું. મહાજ્ઞાની ગૌતમને જોતાં આનંદ બોલ્યા: “ધન્ય ઘડી, સમચતુર સંસ્થાનવાળા વ્રજઋષભનારા સંઘયાણયુક્ત મહાતપસ્વી ઇન્દ્રભૂતિ ગૌતમ, પધારો આયુન્ ! કોલ્લાગ સન્નિવેશ પાસે થઈને નીકળ્યો હતો ત્યાં ભાવુકોને કહેતા સાંભળ્યા કે બાર વ્રતો પૂર્ણ કરી શ્રમણોપાસક આનંદ મરણાનિક સંખના કરે છે એટલે આવ્યો છું.’ “મારાં ધનભાગ્ય ભગવાન! અનશનને કારણે હું દુર્બળ થઈ ગયો છે માટે પાસે પધારો તો હું ચરણસ્પર્શ કરી શકું!' ગૌતમ સાત પગલાં આગળ ચાલ્યા. મહામુસીબતે જરાક બેઠા થઈને આનંદે ગૌતમના ચરણસ્પર્શ કરતાં કહ્યું હું ધન્ય થયો ભગવાન!” આનંદ, ધન્યવાદ તને ઘટે છે કે અઢાર કોટી હિરણ્યના નિધાનના સ્વામી અને ૬૦,જી ગોકલનો ધાગી હોવા છતાં એ બધાનો ત્યાગ કરી ભગવાન મહાવીરે ઉપદેશેલા વ્રતોનું સંપૂર્ણ પાલન કર્યું છે.' ‘દયાસાગર! એક પ્રશ્ન પૂછું?' ‘અવશ્ય આયુષ્મન !' ‘મારે જાણવું છે કે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં મનુષ્યને અવધિજ્ઞાન થાય ખરું?' ‘જરૂર થાય, પરંતુ સંસારી હોવાથી એ જ્ઞાન મર્યાદાની પાર જઈ શકતું નથી.” “હે પરમ જ્ઞાની! મર્યાદાની પાળ કયાં સુધી છે તે હું જાણતો નથી પરંતુ એ અવધિજ્ઞાન મને થયું છે. પૂર્વ દિશામાં લવણ સમુદ્ર સુધી પાંચસો યોજન ક્ષેત્રને હું પ્રમાણી શકું છું. હિમવંત પર્વત પર તપસ્યા