________________ 190 અમૃત મહોત્સવ સ્મૃતિ રે 25. કન્યા-કેળવણી - ઘેર્યબાળા વોરા વઝ કમિશને કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે ખાસ ફતવો બહાર પાડી, કન્યાઓ માટેની ખાસ શાળાઓ શરૂ કરવાનું સૂચન આપ્યું ત્યારે એક સદી પછી કન્યાકેળવણી કેટલી વિસ્તરશે અને કેવું સ્વરૂપ ધારણ કરશે એનો આ ફતવાના રચયિતાઓને ભાગ્યેજ ખ્યાલ હશે. એમને માટે તો શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન અને એનાથી આગળ વધીએ તો બહુબહુતો અંગ્રેજી વાંચવા-લખવાની તાલીમ એટલોજ થતો હતો. શિક્ષાગનું મહત્વ કે શિક્ષણ દ્વારા વ્યકિતવિકાસ, આવી બધી વાતો જે લોકજાગૃતિ માટે જરૂરી હતી તેને અંગે કોઇ પ્રચાર કે પ્રસાર કરવામાં આવ્યો ન હતો. પરીણામે આ કન્યાશાળાઓનો લાભ માત્ર જરૂરિયાતમંદ સ્ત્રીઓ પૂરતો જ મર્યાદિત રહ્યો. એમાં અપાતું શિક્ષણ સ્વભાષામાં લેખન-વાંચન અને સાદા સરવાળા બાદબાકીથી બહુ આગળ વધ્યું નહીં. કારણકે ભારતીય સમાજને અનુરૂપ કન્યા-કેળવણીના સ્વરૂપ વિશે આ સરકારી સમિતિને કોઈ ખ્યાલ ન હતો. એટલું જ નહીં પરંતુ કન્યાકેળવણીના પ્રચાર કે પ્રસાર માટે જરૂરી અને સગવડો વિકસાવવા વિશે પણ એમાં વિચાર કરવામાં આવ્યો ન હતો. પરંતુ કન્યાકેળવણીના પ્રચાર અને પ્રસારના વ્રતધારી સમાજસુધારકો તો આ જ સમાજની પેદાશ હતા અને તત્કાલીન સમાજની જરૂરિયાતો બરાબર સમજતા હતા. સ્ત્રીશિક્ષણનો વિકાસ સાધવો હોય, કન્યાકેળવણીનો વ્યાપ વધારવો હોય તો, શાળાઓની સાથે સાથે અન્ય સગવડો પણ વિકસાવવીજ રહી એ વાત એ લોકોના ધ્યાન બહાર ન હતી. ઘરનો ઉંબરો પણ ન ઓળંગતી નારીને ઘરની શાળા સુધી અને પાછી ઘર સુધી પહોંચાડવાની