________________ 57 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ તેઓશ્રીની પ્રેરણાથી તા. ૨૨-૬-૧૯૮રમાં પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. પાવાગઢ તીર્થ યોજનાની રૂપરેખા તૈયાર થઈ અને હાઈવે પર શ્રીચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા તથા કન્યા છાત્રાલયનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. ચાંપાનેર ગામના પરિસરમાં એકેય શ્વેતાંબર જિનમંદિર ન હોવાથી વૈશાખ સુદ 12 તા. ૨-૫-૧૯૮૫ના શુભ દિવસે દેરાસર નિર્માણકાર્યની ખનનવિધિ થઈ. આ અવસરે ઉપાશ્રય, ભોજનશાળા તથા કન્યા છાત્રાલયનો શિલાન્યાસ થયો હતો. ચાંપાનેરથી બોડેલી - છોટાઉદેપુર વિસ્તારમાં પરમાર ક્ષત્રિયોની આશરે 5,0,000 થી 6,0,00 ની વસ્તી છે. તેમાંથી એક લાખ પરમાર ક્ષત્રિયો આચાર્ય શ્રીમદ્ વિજ્યઈન્દ્રદિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી અને શ્રીપરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રસારક સભાના પ્રયાસથી જૈન ધર્મનું પાલન કરી રહ્યા છે. આ પરમાર ક્ષત્રિયોના જીવનને શ્રમણ ભગવાન મહાવીર પ્રરૂપિત અને પ્રતિપાદિત અહિંસા, સંયમ અને તપાદિ મોક્ષમાર્ગી સંસ્કારને અનુલક્ષી બનાવવા માટે પાવાગઢમાં નારી સંસ્થાની સ્થાપનારૂપ કન્યા છાત્રાલયની શુભ શરૂઆત થઈ. હાલમાં તેમાં 40 પરમાર ક્ષત્રિય બાળાઓ લાભ લઈ રહી છે. કન્યા છાત્રાલય ખૂબ જ સંતોષકારક રીતે પ્રગતિ કરી રહ્યું છે. અહીં ગગનચુંબી શિખરબદ્ધ જિનપ્રાસાદનું નિર્માણ થયું છે જેમાં મૂલનાયક રૂપે શ્રીચિંતામણિ પાર્શ્વનાથે બિરાજમાન છે.