________________ તપનું તેજ છે એને આપણે અનુસરવું જોઈએ.” આનંદ હૃતિ પલાશ ચૈત્યમાં પહોંચ્યો. ત્યાં લોકોનો મહેરામણ ઉભરાયો હતો. બધાને જિનપ્રભુની અમૃત વાણી સાંભળવી હતી. પુત્રને પણ આનંદ પોતાની સાથે લઈ ગયો હતો. દેવભાષા સંસ્કૃતને બદલે સામાન્ય જન પણ સમજી શકે એવી એમની રોજની બોલીમાં પ્રભુની વાણી વહી રહી હતી. પ્રભુ આ વખતે કર્મ બંધન” પર બોલી રહ્યા હતા. કર્મ મન, વચન અને શરીર દ્વારા થાય છે અને આત્માની સાથે તેનો સંબંધ હોવાથી તેને “આસવ' કહે છે. માણસ પુણ્ય અથવા પાપ કરે તેનું પ્રયોજક મન છે. વચન અને શરીર એ મનને અનુસરે છે. આત્મા તો શુદ્ધ હતો પણ જગતના રાગ, દ્વેષ, મોહનો પાશ લાગ્યો અને અનાદિ કાળથી એનું ખરું સ્વરૂપ કર્મથી ઢંકાયેલું છે. આ કર્મોનો ક્ષય તપથી થાય અથવા તે ભોગવવા પડે છે. જેનાં સર્વ કર્મબંધનો છૂટી જાય છે તે ઈશ્વરત્વને પામે છે. ભગવાનના અનેક શિષ્યોમાંનો આનંદ પણ ગણનામાન્ય શિષ્ય હતો. ભગવાનના ઉપદેશનો સાર ગ્રહણ કરી પોતાના જીવનને તે મુજબ ધર્માચરણ તરફ વાળતો, શિવાનંદા એની સહધર્મચારિણી, એ પણ શ્રાવિકા બની પરંતુ એમના બન્ને પુત્રોને હજી સંસાર અને સમૃદ્ધિ પ્રત્યે મોહ હતો. સમયનાં વહેણ વહી રહ્યાં હતાં. પુત્રોએ હવે કારભાર સંભાળ્યો હતો. આનંદના ચાર વહાણો માલ લઈ પરદેશની સફર કરતાં. આનંદ કમલવતું રહેતો હતો અને આનંદ તથા શિવાનંદા બન્ને પ્રભુએ પ્રબોધેલાં પાંચ મહાવ્રતોનું પાલન કરતાં હતાં. જયેષ્ઠ પુત્રે આનંદને કહ્યું “પિતાજી, આપ આજ્ઞા આપો તો વધારાનાં છે વહાણો ખરીદી લઉં કારણ વધુ માલ મળે તેમ છે અને પરદેશમાં વેચતાં અઢળક નફો મળશે.' “હે આયુષ્યનું! સંપત્તિથી સકળ વિરતિરૂપ થઈ મેં સાંસારિક મોહજાળને ત્યાગ કર્યો છે. વળી જે વ્રતો મેં ગ્રહણ કર્યા છે તેમાં અપરિગ્રહ એટલે ઇચ્છાને નિયમમાં રાખવી તેમાં સંપત્તિનો પણ સમાવેશ થાય છે. જરૂર કરતાં વધારે કમાણી થાય તો ધર્મના ક્ષેત્રમાં ખરચવી એટલે હું તને વધારે વહાણ ખરીદવાની રજા આપી શકતો નથી.” પછી શિવાનંદા સાથે મસલત